google.com, pub-6060226431668791, DIRECT, f08c47fec0942fa0

શ્રી પદ્મનાભ વાડી મા આવેલ શ્રી ચામુંડા માતામંદિરે શ્રી ચામુંડા સેવક મંડળ દ્વારા ત્રિદિવસીય ધાર્મિક ઉત્સવ ઉજવાશે..

Date:

માતાજી ની શોભાયાત્રા,આનંદ ગરબો,લાઈટીંગ શો,આતશબાજી,108 કુડી ચંડી મહાયજ્ઞ સહિત ના ધાર્મિક ઉત્સવોની તડામાર તૈયારીઓ હાથ ધરાઈ..

પાટણ તા.8 શ્રી ચામુંડા સેવક મંડળ પાટણ પરિવાર દ્વારા આગામી તા.21 સપ્ટેમ્બર થી તા. 23 સપ્ટેમ્બર ત્રિદિવસીય શ્રી માં ચામુંડા માતાજી ના 108 કુડી ચંડી મહાયજ્ઞ સહિત ના ધાર્મિક ઉત્સવો નું ભક્તિ સભર માહોલ માં શ્રી પદ્મનાભ ભગવાનની વાડી પરિસરમાં આવેલ શ્રી ચામુંડા માતાજી ના મંદિર ખાતે આયોજન કરવામાં આવ્યું છે. આ ત્રિદિવસીય ધાર્મિક ઉત્સવ ને લઇ શ્રી ચામુંડા સેવક મંડળ પરિવારજનો માં અનેરો ઉત્સાહ ઉમંગ જોવા મળી રહ્યો છે.

અને છેલ્લા એક મહિનાથી શ્રી ચામુંડા સેવક મંડળ પરિવારના ભાઈઓ, બહેનો અને બાળકો સહિત શ્રી ચામુંડા માતાજી ના ભકતો દ્રારા તડામાર તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. શ્રી ચામુંડા માતાજી ના ઉત્સવ ને અનુલક્ષીને શ્રી ચામુંડા સેવક મંડળ પરિવાર દ્વારા શ્રી પદ્મનાભ ભગવાન ની વાડીની સફાઈ કામગીરી, વિવિધ દેવી દેવતાઓના નવીન કયારા બનાવવાની કામગીરી, સાથે શ્રી ચામુંડા માતાજી મંદિર પરિસર ખાતે 40 ફુટ ઉંચા માં લખેલ લાઈટીંગ વાળા શબ્દ ને લોખડનાં પોલ ઉપર ઉભો કરવામાં આવ્યો છે.

આ સાથે શ્રી પદ્મનાભ ભગવાન ની વાડી ને સુશોભિત બનાવવા રાત દિવસ શ્રી ચામુંડા સેવક મંડળ પરિવાર કામ કરી રહ્યો છે. શ્રી ચામુંડા સેવક મંડળ પરિવાર દ્વારા તારીખ 21 સપ્ટેમ્બર થી તારીખ 23 સપ્ટેમ્બર દરમિયાન આયોજિત શ્રી માં ચામુંડા માતાજી 108 કુંડી ચંડી મહાયજ્ઞ ઉત્સવની શુભ શરૂઆત તારીખ 21મી સપ્ટેમ્બર ના રોજ સવારે 9:00 કલાકે નરસિંહજી ભગવાનના મંદિર પરિસર, જુના પાવર હાઉસ ખાતેથી શ્રી ચામુંડા માતાની ભવ્ય શોભા યાત્રા ભક્તિ સંગીતના સુરો વચ્ચે પ્રસ્થાન પામી શ્રીપદ્મનાભ ભગવાનની વાડી ખાતે ના શ્રી ચામુંડા માતાના મંદિરે સંપન્ન બનશે. સાંજે 4 થી 6 કલાક દરમિયાન માતાજી સન્મુખ આનંદ ના ગરબા, રાત્રે 8 થી 11 શ્રી પદ્મનાભ ભગવાનની વાડી ખાતે લાઈટીંગ શો સાથે આતશબાજી નો કાર્યક્રમ યોજાશે.તા. 22 સપ્ટેમ્બર ના રોજ સાજે 5 કલાકે બકુલ પાર્ટી પ્લોટ ખાતે યજ્ઞ ના યજમાન પરિવારોનું શુધ્ધીકરણ ભૂદેવો ના મંત્રોચ્ચાર વચ્ચે કરવામાં આવશે.

ઉત્સવ ના અંતિમ દિવસે તા. 23 સપ્ટેમ્બર ના રોજ સવારે 8 કલાકેથી શ્રી પદ્મનાભ ભગવાન ની વાડી ખાતે શ્રી માં ચામુંડા માતાજી 108 કુંડી ચંડી મહાયજ્ઞ નો પ્રારંભ કરવામાં આવશે અને સાજે 5-00 કલાકે યજ્ઞની પૂણૉહૂતિ બાદ શ્રી ચામુંડા માતાજી ના મંદિર શિખર પર ધ્વજાદંડ ચઢાવી મહાઆરતી બાદ સમૂહ જ્ઞાતિ ભોજન સાથે ત્રિદિવસીય ધાર્મિક ઉત્સવ નું સમાપન કરાશે. શ્રી પદ્મનાભ ભગવાનની વાડી ખાતે શ્રી માં ચામુંડા સેવક મંડળ પરિવાર દ્વારા આયોજિત ત્રિદિવસીય આ ધાર્મિક ઉત્સવને લઈ આયોજક અરવિંદભાઈ, પ્રોજેક્ટ ચેરમેન વિષ્ણુભાઈ, પ્રમુખ ધવલભાઈ, મંત્રી દિનેશભાઈ,ભાઈચંદભાઈ, ભરતભાઈ સહિત શ્રી ચામુંડા સેવક મંડળ પરિવાર ના તમામ લોકો ખભેખભા મિલાવી ભારે જહેમત ઉઠાવી રહ્યા છે.

અહેવાલ યશપાલ સ્વામી

Share post:

Subscribe

Popular

More like this
Related

પાટણ શહેરના માખણીયા પરા વિસ્તારના ખેડૂતો ના ખેતરોમાં ભૂગર્ભના દૂષિત પાણી ફરી વળતા મોટું નુકશાન..

ખેડૂતો દ્વારા ધારાસભ્યને રજૂઆત કરાતા તેઓએ રૂબરૂ સ્થળ મુલાકાત...

પાટણમાં કરૂણા અભિયાન અંતર્ગત પ્રસંસ્નિય કામગીરી કરનાર સ્ટાફ મિત્રો ને સન્માનિત કરાયા..

પાટણમાં કરૂણા અભિયાન અંતર્ગત પ્રસંસ્નિય કામગીરી કરનાર સ્ટાફ મિત્રો ને સન્માનિત કરાયા.. ~ #369News

કરૂણા1962 એમ્બ્યુલન્સ ની સેવાના સફળ 6 વર્ષ પૂર્ણ થયા..

પાટણ તા. 6 ગુજરાત પશુપાલન ખાતુ તેમજ Emri green...