google.com, pub-6060226431668791, DIRECT, f08c47fec0942fa0

પાટણના નીલમ સિનેમા વિસ્તારના ઉબડખાબડ માર્ગે બુજુર્ગનો ભોગ લીધો..

Date:

ઉબડ ખાબડ માગૅ પર બુજુર્ગ નુ એકટીવા સ્લીપ ખાતા ગંભીર ઈજાઓ પહોંચી હતી.

સારવાર દરમિયાન મુસ્લિમ બુજુર્ગનું મોત નીપજતા વિસ્તારના રહિશોમાં પાલિકા પ્રત્યે રોષ ભભૂકીયો..

પાટણ તા.2
ભાજપ શાસિત પાટણ નગરપાલિકાની કામગીરીને લઈને શહેરીજનોમાં નારાજગી જોવા મળી રહી છે. ત્યારે વિધાનસભા
ની ચૂંટણી પૂર્વે બંધ કરાયેલા શહેરના વિવિધ રોડ રસ્તાના વિકાસ કામો પાલિકા દ્વારા પુનઃ ચાલુ કરવામાં આવ્યા છે.
છતાં જે રોડની તાતી જરૂરિયાત છે તેવા રોડ નું કામ ચાલુ ન કરાતા આવા માર્ગો પરથી પસાર થતાં રાહદારીઓ અને વાહન ચાલકો અવાર નવાર નાના-મોટા માર્ગ અકસ્માત ના શિકાર બનતા હોય છે.

તો વિસ્તારના રહીશો પણ દિવસ દરમિયાન વાહનોની અવર-જવરના કારણે ઉડતી ધૂળની ડમરીઓને લઈ પરેશાન બન્યા હોય આ બાબતે નગરપાલિકાના સત્તાધીશો નું અને વિસ્તારના કોર્પોરેટરોનું અનેકવાર ધ્યાન દોરવા છતાં પણ માર્ગ નું કામ શરૂ નહીં કરાવી ઉબડખાવડ બનેલા માર્ગને માટી રોડા દ્વારા પુરાણ પણ નહીં કરાવી પાણીનો છંટકાવ પણ ન કરતા હોય તેને કારણે રહીશો ત્રાહિમામ બન્યા છે.


પાટણ શહેરના જુનાગંજથી નીલમ સિનેમા માર્ગ પર પાલિકા દ્વારા હાથ ધરાયેલી વરસાદી પાણીના નિકાલની કામગીરી પૂર્ણ થયાને આજે સમય વીતવા છતાં આ માર્ગ નું કામ હાથ નહિ ધરાતા તાજેતરમાં માર્ગ ઉપરથી એકટીવા લઈને પોતાના પુત્રને સ્કૂલે લેવા નીકળેલા પનાગર વાડામાં રહેતા બાબુભાઈ પનાગર પોતાના એકટીવા સાથે નીલમ સિનેમા રોડ ઉબડ ખાબડ માગૅ ને કારણે સ્લિપ ખાઈ જતા તેઓને હાથના અને પગના ભાગે ફેક્ચર થવાની સાથે ગંભીર પ્રકારની ઇજાઓ પહોંચતા તેઓને તાત્કાલિક સારવાર અર્થે શહેરની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં ગુરૂવારના રોજ તેઓનુ સારવાર દરમિયાન મૃત્યુ નીપજતા પરિવારજનોમાં તેમજ વિસ્તારના રહીશોમાં શોકની કાલીમાં છવાઈ જવા પામી હતી.

ઉપરોક્ત વિસ્તારના ઉબડખાબડ માર્ગને લઈ સર્જાયેલ ઘટનાના પગલે પાલિકાના સત્તાધીશો સામે તેમજ આ વિસ્તારના નગરસેવકો સામે લોકો મા રોશ ની લાગણી ઉદભવતા પામી છે. આ વિસ્તારમાં પાટણ નગરપાલિકાના ઉપપ્રમુખ
તેમજ પાટણ શહેર કોંગ્રેસના પ્રમુખ રહેતા હોવા છતાં આ માર્ગનું નવીનીકરણ હાથ નહીં ધરાતા અનેક સવાલો રહીશોમાં ઉઠવા પામ્યા છે.

Share post:

Subscribe

Popular

More like this
Related

આજના ટેકનોલોજી ના યુગમાં બાળકો શિક્ષણ થકી જ સમૃદ્ધિ પ્રાપ્ત કરી શકશે : ડો.વી.એમ.શાહ.

પોતાના માદરે વતનની બાલુવા પ્રા.શાળાના વિદ્યાર્થીઓને દર વષૅની જેમ...

પાટણ જિલ્લામાં શાંતિ પુણૅ માહોલમાં PSE અને SSE ની પરિક્ષા લેવામાં આવી..

પાટણ તા. 28રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા PSE પ્રાથમિક શિષ્યવૃત્તિ...

સ્વચ્છ ભારત અભિયાનને સાચા અર્થમાં સાર્થક કરતું પાટણ જિલ્લાનું જાફરીપુરા ગામ..

સ્વચ્છ સર્વેક્ષણ ગ્રામીણ-2023-રાષ્ટ્રીય પ્રતિયોગીતામાં જાફરીપુરા ગામની રાજ્યની મોડેલ ગ્રામ...