પદયાત્રી ઓએ બે દિવસ મંદિર પરિસર ખાતે રોકાણ કરી માતાજી ની પુજા આરાધના કરી ધન્યતા અનુભવી..
પાટણ તા. 8 પાટણ પ્રજાપતિ ગોરાવાસ પરિવાર તરફથી શ્રાવણ વદ ૯ ને શુક્રવારના રોજ પાલનપુર નજીક ના આકેસણ ખાતે બિરાજમાન શ્રી બ્રહ્માણી માતા ની વર્ષગાંઠ ની ઉજવણી પ્રસંગે હવન યજ્ઞ સહિત ના ધાર્મિક ઉત્સવ ઉજવવામા આવ્યો હતો. આ ધાર્મિક પ્રસંગે આયોજિત શ્રી બ્રહ્માણી માતા ના નવચંડી યજ્ઞના યજમાન પદનો લાભ મનીષભાઈ મોહનભાઈ પ્રજાપતિ પરિવારે લીધો હતો. તો દર સાલની જેમ ચાલુ સાલે પણ પાટણથી આકેસણ સુધી પગપાળા સંઘનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું.
આ પદયાત્રા સંધ મા જોડાયેલ પદયાત્રીઓએ માતાજીની જગ્યામાં બે ત્રણ દિવસ રોકાણ કરી માતાજીની આરાધના સાથે શ્રાવણ વદ ૯ ના રોજ માતાજીને સુંદર ફૂલોની આંગી તથા આરતી પૂજન કરી યજ્ઞ કરાવી માતાજીના દશૅન પ્રસાદ લાભ લઈ ધન્યતા અનુભવી હતી. તમામ શ્રદ્ધાળુઓનું હવનના યજમાન મનીષભાઈ મોહનભાઈ પ્રજાપતિ પરિવાર દ્વારા આવકારવામાં આવ્યા હતા.
અહેવાલ યશપાલ સ્વામી