પાટણ તા. 13
હારીજ પોલીસે બળાત્કાર, અપહરણ અને પોકસો ના ગુનામાં છેલ્લા 8 મહિનાથી નાસતા ફરતા આરોપી ને ઝડપી કાયદેસર ની કાર્યવાહી હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.
આ બાબતે મળતી હકીકત મુજબ પોલીસ અધિક્ષક પાટણનાઓએ પાટણ જીલ્લામાં નાસતા ફરતા આરોપી પકડી પાડવા કરેલ સુચના આધારે તથા ના.પો.અધિ. ડી.ડી.ચૌધરી રાધનપુર વિભાગનાઓના માર્ગદર્શન હેઠળ હારીજ પો.સ્ટેશનના ગુનાના કામે આરોપી ઠાકોર શૈલેષજી મફાજી રહે દેલપુરાખાંટ તા.બેચરાજીવાળો છેલ્લા આઠેક મહીનાથી પકડવાનો બાકીમા હોઇ સદરી આરોપીને પકડી પાડવા સારુ હારીજ પો.સ્ટેની ટીમ બનાવી ટેકનીકલ તથા હ્યુમન ટેકનીકલ એનાલીસીસ આધારે પકડી પાડી તેના વિરુધ્ધ આગળની ધોરણસરની કાર્યવાહી કરવામા આવેલ હોવાનું હારીજ પોલીસે જણાવ્યું હતું.
અહેવાલ યશપાલ સ્વામી