google.com, pub-6060226431668791, DIRECT, f08c47fec0942fa0

મુખ્યમંત્રી ના વરદ હસ્તે યુનિવર્સિટી ના વિકાસ કામોનું વર્ચ્યુઅલી લોકાર્પણ કરાયું..

Date:

પાટણ તા. ૬
પાટણની હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના કન્વેન્શન હોલ ખાતે (ત્રણ) સ્ટેચ્યુ સહિત ના વિકાસ કામોનું વર્ચ્યુલી અનાવરણ બુધવારે મુખ્યમંત્રી દ્રારા કરવામા આવ્યું હતું.હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી, પાટણ કેમ્પસમાં આવેલ યુનિવર્સિટી હસ્તકના કન્વેન્શન હોલનું નિર્માણકાર્ય રાજય સરકાર ની ગ્રાન્ટમાંથી રૂા.૯.૫૦ કરોડના ખર્ચે કરવામાં આવેલ.સદર કામગીરી અંતર્ગત ૮૦૦ બેઠક વ્યવસ્થા, ૩૫૦ બેઠક વ્યવસ્થા અને ૧૭૦ બેઠક વ્યવસ્થા ધરાવતા વિવિધ ઓડીટોરીયમ હોલનું નિર્માણ કરવામાં આવેલ છે. જેનો બહોળો લાભ યુનિવર્સિટી કેમ્પસના વિદ્યાર્થીઓ, શૈક્ષણિક સંસ્થાઓ તેમજ વિવિધ સામાજીક સંસ્થાઓને મળી રહ્યો છે.

ભારત વર્ષ માટે ઉચ્ચ કક્ષાનું યોગદાન આપનાર મહાનુભાવોની પ્રતિમા યુનિવર્સિટી હસ્તકના કન્વેન્શન હોલ ખાતે મૂકવામાં આવેલ છે. જે અન્વયે કન્વેન્શન હોલ ખાતે પંડિત દિનદયાલ ઉપાધ્યાય, ડૉ.શ્યામા પ્રસાદ મુખર્જી તેમજ ભારત રત્ન અટલ બિહારી વાજપેયીની પ્રતિમાઓનું અનાવરણ કરવાનું સૌભાગ્ય હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીને મુખ્યમંત્રી ના વર્ચ્યુલી માધ્યમ થી મળતાં યુનિવર્સિટી પરિવારે ગૌરવની લાગણી અનુભવી હતી. તો હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના લાઇફ સાયન્સ વિભાગ માં નવીન કલાસરૂમની કામગીરી (RUSA ગ્રાન્ટ અંતર્ગત) રાજય સરકાર દ્વારા મળેલ અનુદાન માંથી રૂા. ૧, ૪૧, ૨૪, ૦૨૦/- ની કિંમતે પૂર્ણ કરવામાં આવેલ છે.

સરકાર દ્વારા મળેલ અનુદાન માંથી લાઇફ સાયન્સ વિભાગ ખાતે પ્રથમ માળ પર ૧૦૪ વિદ્યાર્થીઓની બેઠક વ્યવસ્થા તેમજ ૧૨૦ વિદ્યાર્થીઓની બેઠક વ્યવસ્થા એમ કુલ ૦૨ (બે) નંગ વાઇ ફાઇ પ્રોજેકટર સાથે સ્ટુડી યો રૂમની થીમ પર આધારીત અદ્યતન કલાસરૂમ થકી વિદ્યાર્થીઓની સુવિધાઓમાં ઉત્તરોત્તર વધારો થયેલ હોય જેનું લોકાર્પણ પણ વર્ચ્યુલી માધ્યમથી મુખ્યમંત્રી દ્રારા કરવામાં આવ્યું હતું. યુનિવ ર્સિટી ના વિકાસ કામોનું મુખ્યમંત્રીના વરદ હસ્તે વર્ચ્યુઅલી લોકાર્પણ કાર્યક્રમ પ્રસંગે યુનિવર્સિટી ના કાર્યકારી કુલપતિ ડો. રોહિતભાઈ દેસાઈ સહિત ના મહાનુભાવો અને યુનિવર્સિટી પરિવાર ઉપસ્થિત રહ્યા  હતા.

Share post:

Subscribe

Popular

More like this
Related

પાલિકા આપના વોર્ડમાં કાર્યક્રમ અંતર્ગત વોર્ડ નંબર 9 ના રહીશોએ સમસ્યાઓની ઝંડી વરસાવી….

પાલિકા પ્રમુખ-ઉપપ્રમુખ સહિત વિસ્તારના કોર્પોરેટરોએ રહીશોની સમસ્યાના નિરાકરણ માટે...

વોર્ડ નંબર આઠ વિસ્તારમાં દૂષિત પાણીની સમસ્યાનું નિરાકરણ લવાયું…

પાલિકા પ્રમુખે વિસ્તારના કોર્પોરેટ સાથે સ્થળ તપાસ કરી…પાટણ તા....

લોકસભા સામાન્ય ચૂંટણી-2024- અવસર લોકશાહીનો

લોકસભા સામાન્ય ચૂંટણી-2024- અવસર લોકશાહીનોઆદર્શ મતદાન મથક પર ઉભા...