google.com, pub-6060226431668791, DIRECT, f08c47fec0942fa0

પાટણ પ્રજાપતિ સમાજ ના ઇષ્ટદેવ શ્રી પદ્મનાભ ભગવાનના જન્મ જયંતી પવૅ નો ભકિત સભર માહોલ માં પ્રારંભ..

Date:

ભગવાનની આંગી રચના, હવન-યજ્ઞ, 28 કીર્તનની સેવા, ધજાદંડ, મહાઆરતી, હિંડોળા ઉત્સવ-પ્રસાદ નો યજમાન પરિવારોએ લાભ લીધો..

પાટણ તા. ૧૩
પાટણ પ્રજાપતિ સમાજના ઇષ્ટદેવ ભગવાન શ્રી પદ્મનાભજીની તા.13 એપ્રિલના રોજ જન્મ જયંતી પર્વનો ભક્તિ સભર માહોલમાં વિવિધ ધાર્મિક ઉત્સવ સાથે શ્રી પદ્મનાભ મંદિર ટ્રસ્ટ, શ્રી પદ્મનાભ ઉત્સવ સમિતિ અને શ્રી પદ્મનાભ મુક્તિ
ધામ સમિતિ સહિત સમસ્ત પ્રજાપતિ સમાજ દ્વારા પ્રારંભ કરવામાં આવ્યો હતો.

ભગવાન શ્રી પદ્મનાભજીના જન્મ જયંતિ મહોત્સવ નિમિત્તે ભગવાનની સુંદર આગી રચના, ૨૮ કિતૅન ની સેવા પૂજા, મહાઆરતી, ધજાદંડ, હિંડોળા ઉત્સવ, હવન યજ્ઞ સહિત મહાપ્રસાદ ના ઉત્સવોનો યજમાન પરિવારોએ લ્હાવો લઈ ધન્યતા અનુભવી હતી.

હવન યજ્ઞ ના યજમાન પદે ચંદ્રિકાબેન હર્ષદભાઈ ઉજમભાઈ સ્વામી પરિવાર, ભગવાનની 28 કીર્તનની સેવા ના યજમાન ઓમ ગ્રુપ પરિવાર, ધજા દંડના યજમાન પ્રજાપતિ યુથ ક્લબ પરિવાર હસ્તે દશરથભાઈ પ્રજાપતિ અંબિકા મંડપ વાળા, મહા આરતી યજમાન ભાવિકભાઈ અરવિંદભાઈ સ્વામી, મહાઆરતી અને હવનના પ્રસાદ યજમાન સ્વ.આશા બેન મનસુખભાઈ સ્વામી પરિવારના હેતલબેન યશપાલભાઈ સ્વામી, ગોપેશ્વર મંડળ અને ઠંડા પાણીની સેવાના યજમાન પદે ઓમ ગ્રુપ પરિવારે લ્હાવો લીધો હતો.

તમામ ધામિર્ક ઉત્સવો ની શાસ્ત્રોકત વિધિ નાતગોર જયેશભાઈ પંડયા સહિતના ભૂદેવો દ્રારા કરવામાં આવી હતી. પાટણ પ્રજાપતિ સમાજના ઇષ્ટદેવ ભગવાન શ્રી પદ્મનાભ ની જન્મ જયંતી પવૅની ઉજવણી ને યાદગાર બનાવવા પદ્મનાભ વાડી ટ્રસ્ટના ટ્રસ્ટીઓ, શ્રી પદ્મનાભ ઉત્સવ સમિતિ, શ્રી મુક્તિધામ સમિતિ સહિત પાટણ પ્રજાપતિ સમાજ દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી.

અહેવાલ યશપાલ શ્યામી

Share post:

Subscribe

Popular

More like this
Related

પાટણ ના વાગડોદ ગામે રહેણાંક મકાનમાં બનાવેલ ગુપ્ત ભોયરામાંથી વિદેશી દારૂ નો જથ્થો ઝડપાયો…

પાટણ એલ.સી.બી.ટીમે બાતમીના આધારે ઓચિંતો છાપો માર્યો…પાટણ તા. ૯પાટણ...

યુનિવર્સિટી કેમ્પસ માં ચાલું શૈક્ષણિક કાયૅ દરમ્યાન ધ્વનિ પ્રદૂષણ પર પ્રતિબંધ લદાયો..

કા. કુલપતિ દ્વારા તમામ વિભાગના વડા ને પરિપત્રકરી સિકયુરીટી...

હારીજ કોન્સટેબલ દ્રારા પત્રકાર પર કરાયેલા હુમલા મામલે પોલીસ વડા અને કલેકટર ને આવેદનપત્ર અપાયું..

જિલ્લાના ઈલેક્ટ્રોનિક તેમજ પ્રિન્ટ મીડિયા ના પત્રકારો એ ધટનાને...

પાટણ શહેરના ભૈરવ મંદિર રોડ પર આવેલા ત્રિમંદિર ખાતે માતાજીની ભવ્ય રમેલ યોજાઈ..

પાટણ શહેરના ભૈરવ મંદિર રોડ પર આવેલા ત્રિમંદિર ખાતે માતાજીની ભવ્ય રમેલ યોજાઈ.. ~ #369News