3- પાટણ લોકસભા બેઠક ના ઉમેદવારી ફોર્મ વિતરણ ના પ્રથમ દિવસે 15 ફોર્મ વિતરણ થયા : 1 ઉમેદવારે ફોર્મ ભરી જમા કરાવ્યું..

પાટણ તા. 12
પાટણ લોકસભા ચુંટણીના પડઘમ વાગી ચુકયા છે. ભાજપ-કોંગ્રેસના ઉમેદવારો નકકી થઈ જતાં ઉમેદવારો ચુંટણી પ્રચારમાં જોતરાઈ ગયા છે. ત્યારે શુક્રવાર થી પાટણ કલેક્ટર કચેરી ના ચૂંટણી શાખામાં લોકસભાની ચૂંટણી ના ઉમેદવાર ફોર્મ વિતરણ કરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી. પ્રથમ દિવસે 15 જેટલા લોકોએ ઉમેદવારી ફોર્મ મેળવ્યાહોવાની સાથે એક ઉમેદવારે પોતાનું ઉમેદવારી પત્ર ભરી જમા કરાવ્યું હોવાનું જાણવા મળ્યું છે. શુક્રવારે શરૂ કરવામાં આવેલ ફોમૅ વિતરણમાં ભાજપ , કોંગ્રેસ , બીએસપી, સીપીઆઈ, સહિત અપક્ષ ના ઉમેદવારો મળી કુલ 15 ઉમેદવારો ફોર્મ લઈ ગયા હોવાનું અને તેમાથી એક ઉમેદવારે પોતાનું ઉમેદવારી ફોર્મ ભરી પરત કયુઁ હોવાનું જાણવા મળ્યું છે. લોકસભા ચૂંટણીનું આજથી સત્તાવાર રીતે સરકારી બ્યુગલ ફૂંકાઈ ગયું છે. આદર્શ આચાર સંહિતાની અમલવારી બાદ ઉમેદવારી ફોર્મ ભરવાની આજથી શરૂઆત કરવામાં આવનાર છે. ત્યારે ભારતના ચૂંટણીપંચ દ્વારા જાહેર કરેલા કાર્યક્રમ અનુસાર 03-પાટણ સંસદીય મતદાર વિસ્તારમાં તા.7 મેં ના રોજ લોકસભાની સામાન્ય ચૂંટણી યોજાનાર છે. તેથી જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર અરવિંદ વિજયન દ્વારા પાટણ સંસદીય મતદાર વિભાગ માટે ચૂંટણી નોટિસ જાહેર કરવામાં આવી છે પાટણ લોકસભા બેઠક માટે ઉમેદવારી નોંધાવવા માટે પાટણ કલેક્ટર કચેરીના ચૂંટણી શાખામાં આજથી ઉમેદવારી ફોર્મનું વિતરણ શરૂ કરવામાં આવ્યું હતું.જયારે જિલ્લા મેજિસ્ટ્રેટ (જિલ્લા ચૂંટણી અધિકારી ) ની કચેરી ખાતે ફોર્મ ભરવાની પ્રક્રિયા હાથ ધરવા માં આવશે. જેમાં પ્રથમ દિવસે 15 જેટલા લોકો ને ફોર્મ વિતરણ કરવામાં આવ્યા હતા. જેમા ભાજપ,બકોંગ્રેસ, બીએસપી, સીપીઆઈ, સહિત અપક્ષ લોકો ફોર્મ લઈ ગયા છે તો એક ફોર્મ પ્રથમ દિવસે ભરાયું હોવાનું જાણવા મળ્યું છે. આ લોકસભા ની ચૂંટણી માં ઉમેદવાર ને ફોર્મ માટે ની ફી નિઃશુલ્ક રાખવામાં આવી છે. તો લોકસભાની ઉમેદવારી ભરવા માટે સામાન્ય ઉમેદવાર માટે રૂ. 25000 ની ફી રાખવામાં આવી છે. જયારે એસસી, એસટી માટે રૂ. 12,500 એટલે 50 ટકા ફી રાખવામાં આવી છે. આ લોકસભા ની ચૂંટણી માં એક ઉમેદવાર 4 ફોર્મ ભરી શકશે. ઉમેદવાર કે તેમના નામની દરખાસ્ત મૂકનાર પૈકી કોઇ એક વ્યક્તિ ચૂંટણી અધિકારી અને કલેકટર અને જિલ્લા ચૂંટણી અધિકારી, પાટણ ને પ્રથમ માળે, કલેકટરની ચેમ્બર, કલેકટર કચેરી, “જિલ્લા સેવા સદન”, હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી સામે, પાટણ ખાતે અથવા મદદનીશ ચૂંટણી અધિકારી અને પ્રાંત અધિકારી, પાટણ પેટા વિભાગ,પ્રાંત અધિકારી (એસ.ડી.એમ), પાટણ પેટા વિભાગની કચેરી અને શ્રીમતી પી. કે. કોટાવાલા આર્ટસ કોલેજ રોડ, પાટણ ખાતે મોડામાં મોડું તા. 19. 04. 2024, શુક્રવાર સુધીમાં કોઇ પણ દિવસે (જાહેર રજાના દિવસ સિવાય) સવારના 11.00 વાગ્યાથી બપોરના 3.00 વાગ્યા સુધીમાં નામાંકન પત્રો ભરવાના રહશે તેવું સુત્રોએ જણાવ્યું હતું.

અહેવાલ યશપાલ શ્યામી