fbpx

પાટણ જિલ્લામાં 28679 હેકટર વિસ્તારમાં ઉનાળુ વાવેતર કરાયુ..

Date:

પાટણ તા. ૨૪
પાટણ જિલ્લામાં ચાલુ વર્ષે 28679 હેક્ટર વિસ્તારમાં ઉનાળુ વાવેતર થવા પામ્યું છે. ઉનાળું વાવેતરમાં જિલ્લામાં મુખ્યત્વે બાજરીનું ઉત્પાદન વધુ નોંધાયું છે.તે ઉપરાંત મગફળી, શાકભાજી, ઘાસચારો વિગેરેનું પણ વાવેતર થયેલ છે. મળતી માહિતી મુજબ પાટણ જિલ્લામાં શિયાળુ અને ચોમાસુ ઋત્તુ દરમિયાન થતા વાવેતર વિસ્તારની તુલનાએ ઉનાળુ વાવેતર અંદાજે 10% જેટલા વિસ્તારમાં થાય છે. ચાલુ ઉનાળુ 2014 ની ઋતુ દરમિયાન જિલ્લામાં 28679 હેક્ટરમાં વાવેતર નોંધાયું છે. જેમાં ઉનાળુ બાજરીનું 6477 હેક્ટર માં વાવેતર થયું છે.આ ઉપરાંત મુખ્ય વાવેતરમાં 866 હેક્ટરમાં શાકભાજી, 21139 હેક્ટરમાં ઘાસ ચારો અને 60 હેક્ટરમાં ગુવાર ગામ નું વાવેતર થયેલ છે.

પાટણ જિલ્લામાં સાંતલપુર, સિધ્ધપુર અને સરસ્વતી તાલુકા પંથકમાં આશરે 102 હેક્ટર જેટલા વિસ્તાર માં મગફળીનું પણ વાવેતર થયું છે. જ્યારે સાંતલપુર પંથકમાં 16 હેક્ટર વિસ્તારમાં તલનું વાવેતર પણ નોંધાયું છે. પાટણ જિલ્લામાં ઉનાળુ બાજરીના વાવેતરમાં સૌથી વધુ સરસ્વતી પંથકમાં 2100 હેક્ટરમાં અને સિધ્ધપુર પંથકમાં 1560 હેક્ટરમાં ઉનાળુ બાજરી વવાઈ છે.

આ ઉપરાંત હારીજ તાલુકા વિસ્તારમાં 900 હેક્ટરમાં, પાટણ તાલુકા વિસ્તારમાં 870 હેક્ટરમાં, સાંતલપુર પંથકમાં 411 હેક્ટરમાં અને ચાણસ્મા પંથકમાં 171 હેક્ટરમાં બાજરીનું વાવેતર થયેલ છે. સમી અને શંખેશ્વર પંથકમાં 60 થી 65 હેક્ટરમાં બાજરીનું વાવેતર કરાયું છે.જોકે, જિલ્લાના સાંતલપુર વિસ્તારમાં ચાલુ ઉનાળુ સિઝનમાં 70 હેક્ટરમાં મગફળી વવાઈ છે. આ ઉપરાંત સિદ્ધપુર વિસ્તારમાં 20 હેક્ટરમાં અને સરસ્વતી તાલુકા વિસ્તારમાં 12 હેકટરમાં ખેડૂતોએ મગફળીનું વાવેતર કર્યું છે.

Share post:

Subscribe

Popular

More like this
Related

રાધનપુર પંથકમાં માગૅ અકસ્માત માં મૃત્યુ પામેલ 8 લોકો અને ઘાયલ 10 લોકોને સહાયના ચેક અપૅણ કરાયા..

રાધનપુર પંથકમાં માગૅ અકસ્માત માં મૃત્યુ પામેલ 8 લોકો અને ઘાયલ 10 લોકોને સહાયના ચેક અપૅણ કરાયા.. ~ #369News

ચાણસ્માના નગરજનોએ અવશ્ય મતદાન કરવા માટેના શપથ ગ્રહણ કર્યા…

પાટણ તા. ૨૭આગામી લોકસભા સામાન્ય ચુંટણી 2024 અંતર્ગત 17-ચાણસ્મા...