મતદારોને મતદાન આપવા મુશ્કેલી ન પડે તે માટે પાટણ જિલ્લા ચૂંટણીતંત્ર દ્વારા પુરતો બંદોબસ્ત કરવામાં આવ્યો છે. જે અંતર્ગત જે માતાઓ પોતાના નાના બાળકો સાથે મતદાન આપવા માટે જાય છે તેઓ માટે અલગ રૂમ તૈયાર કરવામાં આવ્યો છે.
આ રૂમમાં માતા પોતાના બાળકને ઘોડિયામાં સુવડાવીને નિશ્ચિંતપણે મત આપવા જઈ શકે છે. માતાઓ આ રીતે બાળકોને અલગ રૂમમાં મુકીને જાય તો બાળકોની સંભાળ રાખવા માટે વોલન્ટિયર્સની વ્યવસ્થા પણ કરવામાં આવી છે.
અહેવાલ યશપાલ શ્યામી