શહેરી વિસ્તારથી દૂર અંતરિયાળ ગ્રામ્ય વિસ્તારના ખેતરમાં ભાડેથી જગ્યા રાખી વરીયાળીમાં પાવડર અને કેમિકલ મિક્સ કરી જીરું બનાવવાનો કાળો ખેલ
બાલીસણા પોલીસ અને પાટણ ફૂડ એન્ડ ડ્રગ વિભાગની ટિમો ત્રાટકી : 150 બોરીથી વધુ શંકાસ્પદ જીરાનો જથ્થો જપ્ત કરવા માં આવ્યો : સેમ્પલ લઇ લેબોરેટરી ટેસ્ટ માટે મોકલાયા
પાટણ તાલુકાના બાલીસણા પોલીસ મથક વિસ્તારમાં આવેલા ડાભડી ગામની સીમ માંથી નકલી જીરૂ બનાવવાની ફેક્ટરી ઝડપાઈ છે. બાતમીને આધારે બાલીસણા પોલીસ અને પાટણ જિલ્લા ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની ટીમે સંયુક્ત રેડ કરતા ડાભડી ગામની સીમમાં ખેતરમાં ભાડેથી જગ્યા રાખી વરિયાળીમાં કેમિકલ પ્રોસેસિંગ કરી તેમાંથી જીરું બનાવવાનો આખેઆખો ખેલ ઉઘાડો પડી જવા પામ્યો છે.
પાટણ તાલુકાના ડાબડી ગામની સીમમાં વરીયાળીમાં કાળુ ધોળું કરી તેમાંથી જીરું બનાવી લોકોને ખવડાવી મોતના મુખમાં ધકેલવાનો કાળો ખેલ ઉઘાડો પડી ગયો છે. બાલીસણા પોલીસ મથકને માહિતી મળતા બાલીસણા પીએસઆઇ પીકે લીમ્બાચીયા અને તેમની ટીમ તથા પાટણ જિલ્લા ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની ટીમના એફએસઓ એમ એમ પટેલ, એચબી ગુર્જર અને ઉમંગ રાવલ ની ટીમો પાટણ તાલુકાના