પાટણ તા. ૧૧
પાટણના રીજીયોનલ સાયન્સ સેન્ટર ખાતે તારીખ 11 મે 2024ના રોજ રાષ્ટ્રીય ટેક્નોલોજી દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી જેમાં 400 થી વધુ લોકો સહભાગી બની ભાગ લીધો હતો. નિષ્ણાત ગાઈડ દ્વારા સાયન્ટિફિક ટોક અને સાયન્ટિફિક-શો ના માધ્યમ થી આધુનિક ટેક્નોલોજી જેમકે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, બિલ્ડીંગટેક્નોલોજી, ટેલિકમ્યૂનિકેશન ટેક્નોલોજી વગેરે તથા મેક ઈન ઇન્ડિયા સંબંધિત વિવિધ ટેક્નોલોજી વિશે જાણકારી આપવામાં આવી હતી.
ત્યાર બાદ, ગુજકોસ્ટ- ગાંધીનગર અને સ્પેસએપ્લિકેશન સેન્ટર, ઈસરો – અમદાવાદ દ્વારા રાષ્ટ્રીય ટેક્નો લોજી દિવસ નિમિત્તે આયોજિત વિવિધ વૈજ્ઞાનિક કાર્યક્રમનું સાયન્સ સેન્ટર ખાતે લાઈવ પ્રસારણ કરવા માં આવ્યું હતું.
સાયન્સ સેન્ટરના પ્રોજેક્ટ ડાયરેક્ટર ડો. સુમિત શાસ્ત્રીએ જણાવ્યું કે 11 મે, 1998 ના રોજ પોખરણ ખાતે ભારત દ્વારા કરવામાં આવેલા સફળ પરમાણુ પરીક્ષણોની વર્ષગાંઠ નિમિત્તે આ દિવસ ની ઉજવણી કરવામાં આવે છે.
આ દિવસ નો ઉદ્દેશ્ય વૈજ્ઞાનિક માનસિકતા કેળવવાનો અને યુવા પેઢીને ટેક્નોલોજી, એન્જિનિયરિંગ અને ગણિતમાં કારકિર્દી બનાવવા માટે પ્રેરિત કરવાનો હોવાનું જણાવ્યું હતું. આ વર્ષની રાષ્ટ્રીય ટેક્નોલોજી દિવસની થીમ “સ્કૂલથી સ્ટાર્ટઅપ્સ:ઇગ્ના ઇટીંગ યંગ માઇન્ડ્સ ટુ ઇનોવેટ”.હોવાનુ પણ તેઓએ જણાવ્યું હતું.
અહેવાલ યશપાલ શ્યામી