google.com, pub-6060226431668791, DIRECT, f08c47fec0942fa0

પાટણ-શિહોરી માગૅ પર માગૅ મકાન વિભાગ દ્વારા ડાયવર્ઝન આપ્યાં વગર શરૂ કરાવવામાં આવેલ કામગીરી સોશ્યલ મિડિયા મા વાયરલ થઈ..

Date:

પાટણ તા. ૨૨
હાલમાં એક તરફ ઉનાળાની બળબળતી ગરમી અને બીજી તરફ લગ્ન સરાની સિઝન પુરબહારમાં ખુલી છે તેવા સમયે જ માગૅ મકાન વિભાગ દ્વારા પેટા કોન્ટ્રાક્ટર પાસે કોઈ પણ પ્રકારની સુરક્ષાસુવિધાઓ વગર પાટણ-શિહોરી હાઇવે રોડ પર સરસ્વતી તાલુકાના રૂખાવ બસ સ્ટેન્ડ નજીક ના પુલ પાસે ની કામગીરી શરૂ કરવામાં આવી હોવાની સાથે આ માગૅ સાઈડની કામગીરી દરમ્યાન કોઇ પણ જાતનું ડાવર્ઝન આપ્યા વગર જ કામ શરૂ કરાવવામાં આવ્યું હોવાનો સોશ્યલ મીડિયામાં વિડિઓ વાયરલ થતાં માગૅ મકાન વિભાગ ની કામગીરી સામે અનેક સવાલો ઉઠયા છે.

હાલમાં પાટણ પંથકમાં ધોમધખતી ગરમી પડી રહી છે તો બીજી તરફ લગ્ન ના મૂહૅતો ને કારણે ગ્રામ્ય વિસ્તારના લોકો ખાનગી વાહનો મારફતે પાટણ ખાતે ખરીદી માટે આવતાં હોય છે ત્યારે આવા સમયે માગૅ મકાન વિભાગ દ્વારા કોઈ પણ પ્રકારનું ડાયવર્ઝન આપ્યા વીના કે કોઈપણ પ્રકારની સુરક્ષા વ્યવસ્થા વગર જ પેટા કોન્ટ્રાક્ટ પાસે સરસ્વતી તાલુકાના રૂખાવ બસ સ્ટેન્ડ નજીક ના પુલ પાસે ના માગૅ સાઈડનુ કામ શરૂ કરાવવામાં આવ્યું હોવાનો સોશ્યલ મીડિયામાં વિડિઓ વાયરલ થયો છે

ત્યારે લોકોમા સવાલ એ ઉભો થયો છે કે માગૅ મકાન વિભાગ દ્વારા શરૂ કરાવવામાં આવેલ આ કામગીરી ને લઇ માગૅ પરથી પસાર થતાં વાહનો માટે કોઈ પણ ડાયવર્ઝન આપવામાં આવ્યું નથી તો કોન્ટ્રાક્ટ દ્રારા કામ કરતાં કમૅચારી ઓની સુરક્ષા માટે પણ કોઈ પ્રકારની સુરક્ષા વ્યવસ્થા ઉભી કરવામાં આવી નથી

ત્યારે આ કામગીરી દરમ્યાન કોઈ અકસ્માત સજૉઈ તો જવાબદારી કોની..? માગૅ મકાન વિભાગ ના અધિકારીઓ દ્રારા આ માગૅ પર શરૂ કરાવવામાં આવેલ કામગીરી દરમ્યાન ડાયવર્ઝન સાથે સુરક્ષા વ્યવસ્થા માટે યોગ્ય કરવામાં આવે તેવી લોક માગ પ્રબળ બની છે.

Share post:

Subscribe

Popular

More like this
Related

ડૉ. આંબેડકરના 67 મા મહા નિર્વાણ દિન નિમિત્તે શ્રદ્ધાંજલિ અર્પણ કરાઇ…

જિલ્લા હોમગાડૅ યુનિટ દ્રારા રેલી નું આયોજન કરવામાં આવ્યું..પાટણ...