google.com, pub-6060226431668791, DIRECT, f08c47fec0942fa0

સિદ્ધપુર માર્કેટ યાર્ડ ખાતે કોંગ્રેસ ની કારોબારી બેઠક અને ઋણ સ્વીકાર કાર્યક્રમ યોજાયો.

Date:

પૂર્વ ધારાસભ્ય ચંદનજી ઠાકોર ની અધ્યક્ષતા માં આયોજિત કાર્યક્રમમાં કોંગ્રેસ નાં આગેવાનો,કાયૅકરો હાજર રહ્યા.

પાટણ તા.૫
પાટણ વિધાનસભા ની ચાર બેઠક પૈકી ની સિધ્ધપુર વિધાનસભા બેઠક પર થી કોંગ્રેસ પાર્ટી નાં મેન્ડેડ પરથી ચૂંટણી લડેલા અને પોતાના પ્રતિસ્પર્ધીથી સામાન્ય વોટથી હારેલા સિધ્ધપુર ના પૂર્વ ધારાસભ્ય ચંદનજી ઠાકોર ની આગેવાની હેઠળ ઋણ સ્વીકાર કાર્યક્રમ તેમજ કાર્યકર્તા બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે ઉપસ્થિત રહેલા સિધ્ધપુરના પૂર્વ ધારાસભ્ય ચંદનજી ઠાકોરે વિધાનસભાની ચૂંટણીમાં તન મન અને ધનથી સંયોગી બનેલા કોંગ્રેસના આગેવાનો કાર્યકરો તેમજ સિદ્ધપુર મતવિસ્તારના મતદારોનો આભાર વ્યક્ત કરી આગામી દિવસોમા ભારત જોડો યાત્રા ના સમર્થન માં તાલુકા કક્ષાએ ભારત જોડો યાત્રા તૈયારી ના ભાગરૂપે ની માહિતી આપી હતી.

આ પ્રસંગે પાટણ જીલ્લા લોકસભા બેઠક ના ઇન્ચાર્જ મુકેશભાઈ દેસાઈ, જીલ્લા પંચાયત વિરોધ પક્ષ ના નેતા અશ્વિનભાઈ પટેલ, પાટણ જિલ્લા પંચાયત પૂર્વ પ્રમુખ અભેસિંહ ઠાકોર, સિદ્ધપુર તાલુકા પંચાયત ઉપપ્રમુખ દશરથભાઈ પટેલ, સિદ્ધપુર તાલુકા પ્રમુખ હમીદભાઈ મોકનોજીયા, શહેર પ્રમુખ અમરસિંહ ઠાકોર, તાલુકા મહામંત્રી જયદીપસિંહ ઠાકોર, જીપીસીસી એસ.સી. ડીપાર્ટમેન્ટ ના સદસ્ય દીપકભાઈ બારોટ, બિપીનભાઇ દવે સહિત કોંગ્રેસના આગેવાનો,કાર્યકરો, નગરપાલિકા, તાલુકા પંચાયત, જીલ્લા પંચાયત ના સદસ્યો સાથે સિધ્ધપુર વિધાનસભા મત વિસ્તારના સુજ્ઞ મતદારો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતાં.

Share post:

Subscribe

Popular

More like this
Related

ઓગસ્ટ-૨૦૨૪ નાં પ્રવેશ સત્રમાં આઈ.ટી.આઈ. બાલીસણા માં ખાલી રહેતી બેઠકો ઉપર પ્રવેશ પ્રક્રિયા હાથ ધરાશે..

પાટણ તા.૨૧રોજગાર અને તાલીમ ખાતાના નિયંત્રણ હેઠળની રાજ્યની સરકારી...

સિદ્ધપુર તાલુકામાં આંગણવાડી પ્રવેશોત્સવ 2023-24 પ્રચાર કાર્ય અભિયાન હાથ ધરાયું.

પાટણ જિલ્લા પ્રોગ્રામ ઓફિસર અને સીડીપીઓ ના માર્ગદર્શન હેઠળ...

પાટણ લોકસભા ના ભાજપ ના ઉમેદવાર ભરતસિંહ ડાભી ને વડા ગામના ક્ષત્રિય સમાજના આગેવાનોએ સમર્થન જાહેર કર્યું…

ક્ષત્રિય સમાજની મોટાઈને ભરતસિંહ ડાભી સહિતના ભાજપ આગેવાનોએ સરાહનીય...

બાલીસણા ના ટીંડેશ્વર મહાદેવ ના સાનિધ્યમાં બાલીસણા શક્તિ કેન્દ્રની અને જિલ્લા પંચાયત સીટની બેઠક મળી..

આગામી લોકસભાની ચૂંટણીને લઈને માર્ગદર્શન અપાયું..પાટણ તા. 4આગામી લોકસભાની...