fbpx

ગોંડલ અને રીબડાના બાહુબલી લડાઈમાં સરકાર હરકતમાં, રાજકોટ જિલ્લા કલેક્ટર પાસે માંગ્યો રીપોર્ટ, હવે શું થશે

Date:

જિલ્લા પોલીસ વડાના રિપોર્ટ બાદ કલેક્ટર રિપોર્ટ તૈયાર કરીને સરકારને મોકલશે. ત્યારે આ મામલે લાયસન્સ પણ હથિયારનું અનિરુદ્ધસિંહનું રદ થઈ શકે છે.

વિધાનસભાની ચૂંટણી દરમિયાન ગોંડલમાં ક્ષત્રિય આગેવાનોમાં જૂથવાદનો મુદ્દો વધુ ગરમાતા હવે સરકાર પણ હરકતમાં આવી છે. ગોંડલ અને રીબડા જૂથ વચ્ચે છેલ્લા કેટલાક સમયથી મામલો ગરમાયો છે. બે બાહુબવી વચ્ચેની લડાઈએ જોર પકડ્યું છે. ત્યારે કેટલાક દિવસથી મામલો ગરમાયેલો પણ જોવા મળ્યો છે. જેથી વધુ વિવાદ થાય એ પહેલા જ સરકાર હરકતમાં આવી છે અને સમગ્ર મામલે સરકારે જિલ્લા કલેક્ટર પાસે રીપોર્ટ પણ માંગ્યો છે. જેમાં અનિરુદ્ધસિંહનું હથિયાર રાખવાનું લાઈસન્સ રદ્દ થઈ શકે છે. તેવી શક્યતા છે.

ખાસ કરીને ચૂંટણી પહેલાથી ગોંડલના જયરાજસિંહ જાડેજા અને રીબડાના અનિરુદ્ધસિંહ વચ્ચે જૂથવાદ જોવા મળ્યો હતો. અનિરુદ્ધસિંહ જાડેજાનું સમર્થન ધરાવતું રિબાડા જૂથ સક્રિય બન્યું. બંને વચ્ચે ચાલી રહેલી ખેંચતાણમાં ક્ષત્રિય સમાજના આગેવાનો દ્વારા સમાધાનના પ્રયાસો નિષ્ફળ ગયો હતો. 

ચૂંટણી પહેલા ટિકિટની ખેંચતાણમાં મામલો ગરમાટો

ટિકિટની ખેંચતાણમાં આ બબાલ શરુ થઈ હોવાનું પણ મુખ્ય કારણ છે. ગોંડલના જયરાજસિંહ જાડેજા અને રીબડાના અનિરૂદ્ધસિંહ જાડેજા વચ્ચે લાંબા સમયથી ચાલતી જૂથવાદ ચૂંટણી દરમિયાન ચરમસીમાએ પહોંચ્યો હતો. અનિરુદ્ધસિંહના દિકરાને ટિકિટ આપવી કે, જયરાજસિંહ તરફથી ટિકિટ આપવી તેને લઈને પણ ખેંચતાણ હતી.  તેઓએ તેમના પરિવાર માટે ટિકિટ મેળવવા માટે શ્રેષ્ઠ પ્રયાસો કર્યા હતા. પરંતુ આખરે પક્ષે જે વિચાર્યું હતું તે જ થયું અને જયરાજસિંહ તરફથી આ ટિકિટ ગઈ હતી. ત્યાર બાદ આ વિવાદ સતત વધ્યો હતો. 

જિલ્લા પોલીસ વડા તૈયાર કરશે રીપોર્ટ, સરકારને સોંપાશે 

સરકારે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાણવા રાજકોટ જિલ્લા કલેક્ટર પાસેથી સમગ્ર મામલે રિપોર્ટ માંગ્યો છે. કલેક્ટર દ્વારા જિલ્લા પોલીસ વડાને રિપોર્ટ તૈયાર કરવા આદેશ કરાયો હોવાની માહિતી મળી રહી છે. જિલ્લા પોલીસ વડાના રિપોર્ટ બાદ કલેક્ટર રિપોર્ટ તૈયાર કરીને સરકારને મોકલશે. ત્યારે આ મામલે લાયસન્સ પણ હથિયારનું અનિરુદ્ધસિંહનું રદ થઈ શકે છે. 

Share post:

Subscribe

Popular

More like this
Related

કચ્છમાં ધરતી ધ્રૂજી, સવારે 6.38 કલાકે 4.5ની તીવ્રતાનો આંચકો, લોકોમાં દોડધામ

મળતી માહિતી મુજબ, ભૂકંપની સાથે જ વિસ્ફોટનો અવાજ પણ...