આગની વિકરાળતા ને શાંત કરવા રાધનપુર અને પાટણના ફાયર ફાયટરો સાથે પાણી નાં ટેન્કરો કામે લગાડાયા..
આગની ધટનાની ગંભીરતા સમજી પાટણ જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ ધટના સ્થળે જવા રવાના થયા..
પાટણ તા.૫
ગુરુવારની મોડી સાંજે પાટણ જિલ્લાના શંખેશ્વર તાલુકાના મુજપુર ગામ પાસેની ગૌશાળાના ગોડાઉનમાં અબોલા જીવો માટે સંગ્રહ કરાયેલા ઘાસના પુળાઓ માં કોઈ અગમ્ય કારણોસર આગ ભભુકી ઉઠતા ગૌશાળાના સંચાલકો દ્વારા આગને ઓલવવાના પ્રયાસો હાથ ધર્યા હતા પરંતુ આગની વિકરાળતા એટલી હદે વધી હતી કે તેને કાબૂમાં લેવા રાધનપુર અને ફાયર ફાયટરોને જાણ કરી આગને કાબુમાં લેવા પ્રયાસો હાથ ધરાયા હતા.જોકે આગની વિકરાળતા સતત પાણીનો મારો ચલાવવા છતાં શાંત ન પડતાં અન્ય ટેન્કરો ને પણ કામે લગાડવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે તો ગૌશાળા નાં ગોડાઉનમાં લાગેલી વિકરાળ આગની ધટનાની ગંભીરતા સમજી પાટણ જિલ્લા વહીવટી તંત્ર નાં અધીકારીઓ પણ ધટના સ્થળે પહોંચવા રવાના થયાં હોવાનું જાણવા મળ્યું છે.આ સમાચાર લખાઈ છે ત્યારે પણ ગોડાઉનમાં લાગેલી આગ કાબુમાં આવી ન હોવાનું જાણવા મળ્યું છે.