ગ્રામજનો દ્વારા વન વિભાગ ને જાણ કરવાની જગ્યાએ એકત્ર થઇ વેજુ નામના પ્રાણીને યમસદને પહોંચાડી દેતા જીવદયાપ્રેમીઓ નારાજ.
પાટણ તા.૧૧
સિદ્ધપુર તાલુકાના તાવડીયા ગામમાં મંગળવારે સાંજે આઠેક વાગ્યાના અરસામાં જંગલી વેજું નામનું પ્રાણી ગામમાં જોવા મળતા ગ્રામજનોમાં ભયના માહોલ સાથે ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો.
તાવડીયા ગામમાં આવી ચડેલા આ વેજુ નામનું પ્રાણી કોઇને નુકશાન પહોંચાડે તે પૂર્વે ગ્રામજનોએ એકત્ર થઇ આ વેજુ નામના પ્રાણીને યમસદને પહોંચાડી રાહતનો દમ લીધો હતો.
જોકે સિધ્ધપુર નાં તાવડીયા ગામમાં અચાનક આવી ચડેલા જંગલી વેજુ નામના પ્રાણીને ગ્રામજનો દ્વારા યમસદને પહોંચાડવાની જગ્યાએ વન વિભાગ ને જાણ કરવામાં આવી હોત તો ટીમ દ્વારા તેને યુક્તિ પ્રયુક્તિઓ દ્વારા ઝડપી જંગલમાં પુનઃ છોડી આવવામાં આવત પરંતુ ડરના માયૉ ગ્રામજનોએ એકત્ર થઇ આ જંગલી વેજુ નામના પ્રાણીને યમસદને પહોંચાડવાની બાબતને લઈને જીવદયાપ્રેમી માં થોડી ધણી નારાજગી ગ્રામજનો સામે વ્યાપી હતી.