૫℅ બાકી કામગીરી એક સપ્તાહ મા પૂણૅ કરી વષૅ ૨૦૨૪-૨૫ મા તેની અમલવારી કરાશે..
પાલિકા દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કયૉ બાદ મિલકત ધારકોની આકારણી વિરુદ્ધ રજુઆત રૂબરૂ સાભળી સમાધાન કરાશે.
પાટણ તા. ૧૪
પાટણ શહેરના મિલકત ધારકોની મિલકતોની દર ચાર વર્ષે પાટણ નગર પાલિકા દ્વારા ચતુર્થ વાર્ષિક મિલકત આકારણી ની કામગીરી કરવામાં આવતી હોય છે ત્યારે વર્ષ ૨૦૨૪-૨૫ માં અમલમાં આવનાર આકારણી ની કામગીરી પાટણ નગરપાલિકા ની વેરા શાખા દ્વારા જુદી જુદી ટીમો બનાવીને મ્યુનિસિપલ સર્વે વોર્ડ ૧ થી ૧૫ મા હાથ ધરવામાં આવી હતી. જે મિલકત આકારણી ની ૯૫℅ કામગીરી પૂર્ણ કરી દેવામાં આવી છે અને બાકીની ૫℅ કામગીરી એક સપ્તાહ મા પૂણૅ કરી દેવામાં આવનાર હોવાનું પાલિકા ની વેરા શાખાના અધિકારી લક્ષ્મણભાઈ પટેલે જણાવ્યું હતું.
પાટણ નગરપાલિકા દ્વારા દર ચાર વર્ષે કરાતી શહેરના મિલકત ધારકો ની ચતુથૅ મિલકત આકારણી ની વષૅ ૨૦૨૪-૨૫ મા થનારી અમલવારી ની કામગીરી અંતગૅત પાટણ શહેરમાં કુલ ૮૩ હજારથી વધુ મિલકતો ની આકારણી પૂણૅ કરવામાં આવી છે અને બાકી રહેલ મિલકતો ની આકારણી પણ એક સપ્તાહ મા પૂણૅ કરાયા બાદ જે પણ મિલકત ધારકોને પોતાની આકારણી મા કોઈ વાંધાજનક જણાતું હોય તેવા મિલકત ધારકોને પોતાના વાધા રજૂ કરવા માટે આકારણી ની કામગીરી પૂર્ણ થયા બાદ પાલિકા દ્વારા જાહેરનામું બહાર પાડ્યા પછી પોતાના વાધા રજૂ કરી શકશે અને મિલકત ધારકો તરફથી મળતા વાધા ઓને પાલિકા ની કારોબારી સમિતિ રૂબરૂ બોલાવી સાંભળી તેનું યોગ્ય નિરાકરણ કરવામાં આવશે તેવું વેરા શાખાના અધિકારી લક્ષ્મણભાઈ પટેલે જણાવ્યું હતું.
અહેવાલ યશપાલ સ્વામી