ગ્રામજનો દ્વારા વકીલને સાથે રાખીને કલેકટર ને આવેદનપત્ર સુપ્રત કરાયુ..
પાટણ તા.16
સરસ્વતી તાલુકાના વહાણા ગામના ગ્રામજનો એ ગામની ગૌચર જમીન ના મુદ્દે પોતાના વકીલને સાથે રાખીને સોમવારે પાટણ જિલ્લા કલેકટર કચેરી ખાતે જિલ્લા કલેકટર ને આવેદનપત્ર સુપ્રત કરી રજુઆત કરી હતી.
વહાણા ગામના ગ્રામજનો દ્વારા કલેકટર ને અપાયેલા આવેદનપત્ર મા જણાવ્યું હતું કે સરસ્વતી તાલુકામાં આવતા વહાણા ગામે જે તે સમયે 66 હેકટર જેટલી જમીન ગૌચર માટે હતી જે પૈકી 22 હેકટર જેટલી ગૌચર ની જગ્યા બાજુમાં આવેલ અમરપુરા ના લોકો ખોટા કાગળો કરી પચાવી પાડી હક જમાવવાની પેરવી કરવામાં આવી રહી છે જો કે આ બાબતે ગ્રામ પંચાયત દ્વારા કોઈ પણ પ્રકારનો ઠરાવ પણ કરવામાં આવેલ નથી ત્યારે આ ગૌચર ની જમીન પર અમરપુરા ના ગ્રામજનો દ્વારા હક કરવામાં ન આવે અને હાલમાં વહાણા ગામે 6 થી 7 હજાર જેટલા ઢોરઢાંખર હોય જેના માટે 66 હેકટર જેટલી ગૌચર ની જગ્યા પણ ઓછી હોવાનું જણાવ્યું છે તો ગામના ગૌચર પ્રશ્ને કેસ લડી રહેલા વકીલ દ્વારા ગામની ગૌચર જમીન મામલે કેસ ચાલતો હોય ત્યારે અમરાપુર ગ્રામજનો દ્વારા ખોટા કાગળો કરી ગામની 22 હેકટર જમીન પચાવી પાડવા પ્રયત્ન કરતા હોય તે મામલે વહાણા ના ગ્રામજનો ને સાથે રાખીને કલેકટર ને રજુઆત કરવામાં આવી હોવાનું તેઓએ જણાવ્યું હતું.