પાટણ તા. ૯
ભારત વિશ્વગુરુ સ્વાસ્થ્યમાં 2024 સપનાથી હકીકત થીમ પર ગ્લોબલ હેલ્થ કેર કોન્કલેવ 2024 નું આયોજન તાજેતરમાં હોટલ લીલા ગાંધીનગર ખાતે કરવામાં આવ્યું હતું. જેમાં પેશન્ટ સૈન્ટ્રીક હોસ્પિટલ તરીકે ભારતની નામાંકિત સંસ્થા યુ.એન મહેતા ઇન્સ્ટિટયૂટ કાર્ડિયોલોજિ રિસર્ચ સેન્ટરને આરોગ્ય મંત્રી રૂષિકેશ પટેલ દ્વારા પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવી હતી.આ પ્રમાણપત્ર યુ. એન. મહેતા ઈન્સ્ટિટ્યૂટ કાડિયોલોઝી રિસર્ચ સેન્ટર ના નૈતિક પટેલે સ્વીકારી આનંદ વ્યકત કર્યો હતો.
અહેવાલ યશપાલ શ્યામી