fbpx

પાટણ પાલીકા દ્વારા રૂ. 25 હજારથી ઉપરના બાકી વેરા મિલકત ધારકોના બેનરો દરેક વોડૅ વિસ્તારમા લગાડવામાં આવશે..

Date:

પાલીકા ની વેરા શાખા દ્રારા બાકી વેરા વસુલાત માટે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી..

પાટણ તા.18
પાટણ નગરપાલિકાના 20,000 થી વધુ જુના બાકી વેરા મિલકત ધારકોને પોતાની રકમ ભરપાઈ કરવા માટે પાટણ નગરપાલિકાની વેરા શાખા દ્વારા અનેક સૂચનાઓ આપવા છતાં આવા બાકી મિલકત ધારકો પોતાની બાકી વેરાની રકમ ભરપાઈ ન કરતા હોય જેને લઈને પાલિકાની વેરા શાખા દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી હોવાનું પાટણ નગરપાલિકાની વેરા શાખાના અધિકારી લક્ષ્મણભાઈ પટેલે જણાવ્યું હતું.
વેરા શાખા ના અધિકારીએ પાટણ શહેરના બાકી વેરા મિલકત ધારકો સામે હાથ ધરાયેલી કડક કાર્યવાહીની માહિતી આપતા જણાવ્યું હતું કે પાટણ શહેરમાં 30 ટકા જેટલા જુના બાકી મિલકત ઘરકો ની અંદાજિત બાકી વેરા ની રકમ રૂપિયા 17 કરોડ થી વધુ ની છે તો ચાલુ વેરાની રકમ અંદાજે રૂપિયા 4 કરોડની મળી કુલ અંદાજિત રૂપિયા 21 કરોડથી ઉપરની બાકી વેરાની રકમ વસુલાત કરવા માટે પાલિકા ની વેરા શાખા દ્વારા બાકી વેરા મિલકત ધારકોને અનેક વખત લેખિત તેમજ મૌખિકમાં જાણ કરી નોટિસોની બજવણી કરવામાં આવી હોય છતાં આવા બાકી વેરા મિલકત ધારકો દ્વારા પાટણ નગરપાલિકાની બાકી વેરાની રકમની ભરપાઈ ન કરતા હોય જેને લઈને આગામી દિવસોમાં વેરા શાખા દ્વારા ₹25,000 થી વધુ ની બાકી વેરા રકમ ધરાવતા મિલકત ધારકો ની મિલકતના સ્થળ તપાસ ની કામગીરી હાથ ધરવામાં આવી છે તો કેટલાક બાકી મિલકત ધારકો ના સ્થળ તપાસ કરી નળ કનેકશન અને ભૂગર્ભ ગટર ના જોડાણો કાપવાની કામગીરી પણ હાથ ધરવામાં આવી છે ત્યારે જો રૂપિયા 25000 થી વધુ રકમના બાકી વેરા મિલકત ધારકો પોતાની બાકી રકમ નગર પાલીકા ના વેરા શાખા માં ભરપાઈ નહિ કરે તો તેવા બાકી વેરા મિલકત ધારકો ના નામ સાથે મોટા બેનરો જે તે વોડૅ વિસ્તારના મુખ્ય માગૅ પર લગાવવાની કામગીરી પણ ટુક સમયમાં પાલીકા દ્વારા હાથ ધરવામાં આવનાર હોવાનું તેઓએ જણાવ્યું હતું.

Share post:

Subscribe

Popular

More like this
Related

અતિરુદ્ર મહાયજ્ઞ એટલે જીવ થી શિવ તરફ જવાનો માર્ગ : ડો.લંકેશ બાપુ…

અતિરુદ્ર મહાયજ્ઞ એટલે જીવ થી શિવ તરફ જવાનો માર્ગ : ડો.લંકેશ બાપુ… ~ #369News

પાટણની બોમ્બે મેટલ પ્રાથમિક શાળામાં બાલ વાટિકા અને ધોરણ -1 ના બાળકોનો પ્રવેશોત્સવ ઉજવાયો..

શાળા પરિવારને કોમ્પયુટર ની ભેટ સાથે બાળકોને મિષ્ટ ભોજન...