fbpx

પાલિકા ની ઢોર ડબ્બે કરવાની ઝુંબેશ મા આડખીલી બનતાં રખડતાં ઢોર માલિકો..

Date:

પુરેલ ઢોરોને તાળું તોડી રખડતાં ઢોર માલિકો ભગાડી જતા પાલિકા દ્વારા ફરિયાદ ની તજવીજ હાથ ધરાય..

પાટણ તા.1
પાટણ નગરપાલિકા તંત્ર દ્વારા શહેરમાંથી રખડતા ઢોરોની સમસ્યાને નિવારવા ઢોર ડબ્બે કરવાનું અભિયાન મંગળવાર થી શરૂ કરવામાં આવ્યું હતું.

પ્રથમ દિવસે પાલિકા દ્વારા 20 જેટલા નાના મોટા ગાય આખલા સહિતના રખડતા ઢોરોને ડબ્બે કરી સ્થાનિક પાંજરાપોળમાં મોકલી આપવાની તજવીજ હાથ ધરી હતી. ત્યારે આજે બુધવારના રોજ પાટણ નગરપાલિકાની ઢોર ડબ્બા ટીમ દ્વારા શહેરના જુના પાવર હાઉસ નજીક પાલિકાની જગ્યામાં રખડતા ઢોરોને બંધ કરી પાંજરામાં પુરવાની તજ વીજ હાથ ધરાય તે પૂર્વે કેટલાક માથાભારે રખડતા ઢોરોના માલિકોએ દરવાજાનું તાળું તોડી પુરેલા ઢોરોને ભગાડી મુકતા અને આ બાબતે પાટણ નગરપાલિકાની ઢોર ડબ્બાની કામગીરીમાં જોડાયેલા કર્મચારીઓ સાથે અસભ્ય વર્તન કરતા પાલિકાના ઢોર ડબ્બા અધિકારી દ્વારા રખડતા ઢોરોના માથાભારે માલિકો સામે પાટણ પોલીસ મથકે ફરિયાદની તજવીજ હાથ ધરી હોવાનું પાલિકાના સૂત્રો તરફથી જાણવા મળ્યું છે.

પાટણમાં રખડતા ઢોરોની સમસ્યાને નિવારવા પાલિકા તંત્ર દ્વારા હાથ ધરાયેલી કામગીરીને શહેરીજનોએ સરાહનીય લેખાવી છે ત્યારે આવા માથાભારે તત્વો સામે પાટણ પોલીસ દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવે તેવી માંગ શહેરીજનોમાં પ્રબળ બનવા પામી છે.

Share post:

Subscribe

Popular

More like this
Related

પાટણના વઢીયાર પંથકમાં આવેલ શ્રી લોહેશ્વર મહાદેવજી મંદિરે જવા પાટણ તળપદ દરજી સમાજનો સંધ પ્રસ્થાન પામ્યો…

પાટણ તા. ૫ગુજરાતના પાટણ જિલ્લાના શંખેશ્વર તાલુકાના લોટેશ્વર ગામે...

પાટણના બગવાડા નજીક આવેલ હજરત કાલુ શહિદ (ર. અ. ) નો સદલ શરિફ ઉજવાયો..

દોસ્તના મહોલ્લા માથી સંગીતના સૂરો સાથે ચાદર સહિત સદલ...

પાટણ રાણકીવાવ ખાતે યોજાનાર યુવાનો ના સંવાદ કાર્યક્રમ મા 500 યુવાનો જોડાશે..

પાટણ રાણકીવાવ ખાતે યોજાનાર યુવાનો ના સંવાદ કાર્યક્રમ મા 500 યુવાનો જોડાશે.. ~ #369News

પાટણ જિલ્લામાં ૨૪ નવેમ્બર થી ૨૫ નવેમ્બર કૃષિ મહોત્સવ-૨૦૨૩ નું આયોજન કરાયું..

પાટણ તા. ૨૧રાજ્યના ખેડૂતોને રવિ સિઝનમાં રવિ પાકો વિષે...