પાટણના ધારાસભ્ય દ્વારા મુખ્યમંત્રી અને ઉજૉ મંત્રી ને પત્ર લખી રજુઆત કરવામાં આવી.
પાટણ તા.19
ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી અને ઉર્જા મંત્રી ને પાટણના ધારાસભ્ય ડો. કિરીટ પટેલ દ્વારા પત્ર લખી પાટણ શહેર સમગ્ર જિલ્લામાં અને ગુજરાત માં ખેડૂતોને દિવસે ખેતીની વીજળી આપવા બાબત
ની રજુઆત કરવામાં આવી છે.
પાટણ ધારાસભ્ય દ્રારા ઉજૉ મંત્રી અને મુખ્યમંત્રી ને લખાયેલા પત્ર મા જણાવ્યું છે કે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ દ્વારા ગુજરાતમાં કિસાન સૂર્યોદય યોજના અંતર્ગત સૌપ્રથમ પાટણ જીલ્લો જાહેર કરવામાં આવેલ છે તેમ છતાં પાટણ જીલ્લા અને પાટણ તાલુકામાં ખેતીવાડી ફિડરો માં રાત્રે વીજળી આપવામાં આવે છે. પાટણ તાલુકામાં ખેતીવાડી ફિડરોમાં પાવર આપવા માટે ચાર ગ્રુપ પાડવામાં આવેલ છે.
આ ચાર ગ્રુપો P11,P12,P13 અને P14, છે, જેમાં રાત્રે ૧૨ :૦૦ કલાકથી સવારના ૦૮:૦૦ કલાક દરમ્યાન થ્રી ફેઇઝ વીજળી આપવામાં આવે છે. P12, ગ્રુપમાં ગયા અઠવાડીયામા પણ રાત્રી ના ૧૦ કલાક થી સવારના ૦૪:૦૦ કલાક દરમ્યાન થ્રી ફેઇઝ વીજળી આપવામાં આવે છે.
અત્યારે શિયાળાની ઋતુમાં તથા ફૂલની સિઝનમાં સતત રાત્રી દરમ્યાન પાવર સપ્લાય આવતો હોવાથી પાટણ જીલ્લાના ખેડૂતોને અગવડતાનો સામનો કરવો પડે છે જેના લીધે ખેડૂતોને ભારે મુશ્કેલી ભોગવવી પડે છે. વધુમાં રાત્રે થીફેઇઝ પાવરમાં મળતો હોય સૌથી વધારે મુશ્કેલી વિધવા બહેનોને પડે છે તો જેમ અલગ -અલગ ગ્રુપનો થ્રી ફેઇઝ પાવર આપવાનો સમય દરેક અઠવાડિયે બદલાતો રહે છે તેમ જેતે ગ્રુપના ખેતીવાડી ફીડરોના ગ્રુપમાં દર ૩ મહીને બદલાવા અને ખેડૂતોને દિવસે વીજળી આપવા માટે તેઓ દ્રારા રજુઆત કરવામાં આવી છે.