યુનિવર્સિટી દ્રારા કરાયેલા ઓનલાઇન ના નિણૅય ને શિક્ષણવિદો,સંલગ્ન કોલેજ સંચાલકો સહિત વિધાર્થીઓએ સરાહનીય લેખાવ્યો..
પાટણ તા.19
પાટણ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીની સ્થાપનાના ઇતિહાસમાં પ્રથમવાર વિદ્યાર્થીઓને લગતી તમામ પ્રકારની શૈક્ષણિક કામગીરી ઓનલાઇન કરવાની ગતિવિધીઓ યુનિવર્સિટી દ્વારા તેજ કરવામાં આવી હોવાનું સુત્રો એ જણાવ્યું હતું.
પાટણ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીની વર્ષ ૧૯૮૬ દરમ્યાન સ્થાપના થયા બાદ પાંચ જિલ્લામાં વિસ્તરાયેલી આ યુનિવર્સિટી સંલગ્ન ૫૦૦થી વધુ કોલેજોનું જોડાણ ધરાવે છે. જેમાં ૨ લાખથી વધુ વિદ્યાર્થીઓ વિવિધ ફેકલ્ટીઓમાં અભ્યાસ અર્થે જોડાયેલ છે. ત્યારે પાટણ યુનિવર્સિટીમાં પાંચ જિલ્લાની યુનિવર્સિટી સંલગ્ન કોલેજના વિદ્યાર્થીઓને શૈક્ષણિક કામ અર્થે અગાઉ યુનિવર્સિટીમાં રુબરુ આવવુ પડતું હતું અને તમામ શૈક્ષણિક કામગીરી સહિત ડીગ્રી સર્ટી, એફીડેવીડ સહિતની કામગીરીઓ ઓફલાઇન કરવામાં આવતી હોઇ વિદ્યાર્થીઓનો સમય અને પૈસાનો પણ દુવ્યર્ય થતો હતો.તો કેટલાક જરુરી કામોમાં વિદ્યાર્થીઓને દુરદુરથી ધકકા ખાવાનો પણ વારો આવતો હતો ત્યારે યુનિવર્સિટી દ્વારા વિદ્યાર્થીઓની શૈક્ષણિક કામગીરીની સાથે સાથે ડુપ્લીકેટ માર્કશીટ, વેરીફીકેશન, ડીગ્રી સર્ટી., માઇગ્રેશન, પ્રોવીઝનલ સર્ટીફીકેટ, બેકલોગ, ટ્રાયલ સર્ટી જેવા જરુરી દસ્તાવેજો મેળવવા માટે ઓનલાઇન પ્રક્રિયા આગામી સપ્તાહમાં શરુ કરવામાં આવનાર હોવાનું યુનિવર્સિટી ના કાયૅકારી રજીસ્ટાર ડો.ચિરાગભાઈ પટેલે જણાવ્યું હતું.
યુનિવર્સિટી ની સ્થાપના બાદ પ્રથમવાર યુનિવર્સિટી દ્વારા વિધાર્થીઓની સરળતા ખાતર શરૂ થનાર ઓનલાઇન સિસ્ટમને શિક્ષણવિદો સહિત યુનિવર્સિટી સંલગ્ન કોલેજ સંચાલકો અને વિધાર્થીઓ એ સરાહનીય લેખાવી છે.