પાટણ એલસીબી ટીમે બાતમી ના આધારે ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી..
પાટણ તા. 27
પાટણ ની ધારપુર હોસ્પિટલમાં પોલીસ જાપ્તા સાથે સારવાર માટે લઈ જવાયેલ આરોપી પોલીસ ને ચકમો આપી ફરાર બન્યો હતો જે આરોપી ને પાટણ એલસીબી ટીમે બાતમીના આધારે હરિયાણા થી ઝડપી તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.આ બાબતે મળતી હકીકત મુજબ આરોપી ઘંટીસિગ નારસિંગ ખીચી (સરદાર) રહે. ચાણસ્મા ઇન્દિરાનગર તા.ચાણસ્મા જી.પાટણવાળાને મેડીકલ સારવાર માટે ધારપુર હોસ્પિટલ ખાતે પોલીસ જાપ્તા સાથે લઈ ગયેલ ત્યારે સદરી આરોપી પોલીસ ની નજર ચુકવી પોલીસ જાપ્તામાંથી ભાગી ગયેલ જે અનુસંધાને બાલીસણા પો. સ્ટે. મા ગુન્હો નોધવામાં આવ્યો હતો ત્યારે સદરી આરોપી વિરુધ્ધ દાખલ થયેલ ગુના અનુસંધાને પોલીસ મહા નિરીક્ષક જે.આર.મોથલીયા, સરહદી રેન્જ, ભુજ તથા પોલીસ અધિક્ષક વિજય પટેલ ,પાટણનાઓએ સદરી આરોપીને તાત્કાલીક પકડી પાડવા સુચના કરેલ હોઇ જે આધારે આર.કે.અમીન પો.ઇન્સ. એલ.સી.બી. પાટણના ઓના સીધા માર્ગદર્શન હેઠળ પાટણ એલ.સી.બી. સ્ટાફના માણસોની અલગ-અલગ ટીમો બનાવીને ભાગી ગયેલ આરોપીને શોધવાની કામગીરીમાં હતા દરમ્યાન ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે ઘંટીસિગ નારસિંગ ખીચી રહે ચાણસ્મા ઇન્દિરાનગર તા.ચાણસ્મા જી. પાટણ વાળો હરીયાણા રાજયના રેવાડી ખાતે હોવાનું જાણવા મળેલ જે હકીકત આધારે સદરી આરોપીને ગઈ તા.૨૫/૦૬/૨૦૨૩ ના રોજ હરીયાણા રાજયના રેવાડી રેલ્વે સ્ટેશન ખાતેથી પકડી પાડી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ હોવાનું પોલીસ સુત્રો એ જણાવ્યું હતું.
અહેવાલ યશપાલ સ્વામી