‘વર્લ્ડ રેકોર્ડ બનાવશે,ભાગ લેનારને વર્લ્ડ રેકોર્ડનું સર્ટિફિકેટ અને મેડલ આપશે ‘…
પાટણ તા. 23
પાટણની જાણીતી સંગીત સંસ્થા હી ધ્વનિ સંગીત મહાવિદ્યાલય અને અમદાવાદ ની રંગસાગર પરફોર્મિંગ આર્ટ્સ દ્વારા ધ્વનિ કલ્ચરલ એન્ડ એજ્યુકેશન ટ્રસ્ટ અને નોર્થ ગુજરાત એજ્યુકેશન સોસાયટીના સહયોગથી મહાત્મા ગાંધીના નિર્વાણ દિવસે તારીખ 30, જાન્યુઆરી,2023 ના રોજ સવારે 8:30 કલાકે કોલેજ ગ્રાઉંડ, પાટણમાં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીને સાંસ્કૃતિક કલારુપે મહા શ્રદ્ધાંજલિ અર્પતો ” મહાત્મા ગાંધી ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું છે.
આ ફેસ્ટિવલ ભારતભરમાં સૌપ્રથમવાર યોજાઇ રહ્યો હોવાથી વર્લ્ડ રેકોર્ડ ઈન્ડિયા દ્વારા આ ફેસ્ટિવલને વર્લ્ડ રેકોર્ડ તરીકે સ્થાન આપવામાં આવશે.આ મહા ફેસ્ટિવલમાં અત્યારસુધીમાં 1500 થી વધુ રજીસ્ટ્રેશન થઈ ચૂક્યા છે અને હજુ પણ રજીસ્ટ્રેશન થઈ રહ્યા છે. ગુજરાત ઉપરાંત દેશના વિવિધ રાજ્યો જેવાકે ઉત્તરપ્રદેશ દિલ્હી, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, રાજસ્થાન કર્ણાટક વગેરે રાજ્યોમાંથી પણ રજીસ્ટ્રેશન થઈ રહ્યા છે. આ ફેસ્ટિવલ ઓનલાઈન અને ઓફ્લાઇન બંને પ્રકારે યોજવાનો છે. આ ફેસ્ટિવલમાં મહારમાં ગાંધીને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા ડો.સાયક પારેખ દ્વારા એક નવીન ગાંધી ગીતની રચના કરવામાં આવી છે.
સિંગિંગ કેટેગરીમાં ભાગ લેનાર સમૂહમાં આ ગાંધી ગીતનું ગાન કરશે ડાન્સ માં ભાગ લેનાર એ જ ગીત ઉપર એક નિશ્ચિત ડાન્સ કરશે,ચિત્ર કેટેગરી માં રહેલા મહાત્મા ગાંધી સંબંધિત ચિત્રની રચના કરશે અને ભારતીય સંસ્કૃતિની ઓળખ એવા યોગ દ્વારા પ્રાણાયામ અને વિવિધ આસનો કરવામાં આવશે. આ વર્લ્ડ રેકોર્ડમાં ભાગ લેનારને વર્લ્ડ રેકોર્ડ નું સર્ટિફિકેટ અને મેડલ આપવામાં આવો આ ફેસ્ટિવલમાં ખૂબ જાણીતી હસ્તીઓ, વિદ્વાનો અને વિશાળ બૌધ્ધિક વર્ગ હાજર રહેશે પાટણમાં સૌપ્રથમવાર કલા અને સંસ્કૃતિના ચાહકો, જ્ઞાતાઓ અને કલાકારો ખૂબ મોટી સંખ્યામાં મહાત્મા ગાંધીને મહા શ્રદ્ધાંજલિ અર્પણ કરવા જોડાવવાના છે.
આ મહા ફેસ્ટિવલમાં ધ્વનિ સંગીત મહાવિદ્યાલયના સંચાલક ડો. સમ્યક પારેખ, રંગસાગર પરફોર્મિંગ આર્ટસના ડાયરેક્ટર નરેશ પટેલ, ધ્વનિ કલ્ચરલ એન્ડ એજ્યુકેશન ટ્રસ્ટનાં પ્રમુખ સ્નેહલભાઈ પટેલ, ઉપપ્રમુખ અશોકભાઇ વ્યાસ, મંત્રી પારસ ખમાર, ટ્રસ્ટીઓ ડો.જિતેન્દ્ર પંચોલી, કે.સી. પટેલ, હરેશ મોદી, લાલેશ ઠક્કર, રાજ મહારાજ, નિલેશ રાજગોર, હાર્દિક રાવલ તેમજ ગાંધી ફેસ્ટિવલના કમિટી મેમ્બર વિજય ભાવસાર, પાર્થ જોશી, અશ્વિનભાઈ નાયક, કુ, પૂજા બારોટ, કુ તરાના પાલકર તેમજ ડિમેટ્રિક્ષ ડાન્સ એકેડેમીના રેખાબેન પ્રજાપતિ નિશા ફિટનેસ સ્ટુડિયોના નિશા સોની, યોગાચાર્ય દીપકભાઈ સુથાર, અંકિતાબેન પટેલ, કિંજલબેન પટેલ, તાનારીરી રેકોડિંગ સ્ટુડિયોના પિયુ ભાઈ,લાયન્સ ક્લબના પ્રમુખ ગોપાલસિંહ રાજપૂત વગેરેનો ખૂબ મોટો સહયોગ મળી રહ્યો છે.