બીપીનભાઈ પરમાર, પીનલબેન સોલંકી અને હિરલબેન પરમાર ત્રણ માંથી પાર્ટી કોને મેન્ડેડ આપશે તેની ચર્ચાઓ ટોક ઓફ ધ ટાઉન બની..
પાટણ તા. 10 પાટણ નગરપાલિકાના પ્રમુખ સ્મિતાબેન પટેલ અને ઉપપ્રમુખ ધર્મેશ પ્રજાપતિના અઢી વર્ષના શાસનનો સમય ગાળો પૂર્ણ થયો છે. ત્યારે સોમવારે નગરપાલિકા ખાતે આગામી અઢી વર્ષ માટેના નવીન પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી કરા નાર હોય જેને લઈને લોકોમાં ઉત્સુકતા જોવા મળી રહી છે. નગરપાલિકાના આગામી અઢી વર્ષ માટે પ્રમુખ પદે અને ઉપપ્રમુખ પદે દાવેદારોએ નિરીક્ષકો સમક્ષ પોતાના બાયોડેટા રજૂ કર્યા હતા. તો નિરીક્ષકો દ્વારા પણ ઉમેદવારોને સાંભળી તેઓના બાયોડેટા પ્રદેશ કક્ષાએ મોકલી આપવામાં આવ્યા હતા. ભારતીય જનતા પાર્ટી શાસિત પાટણ નગરપાલિકા ના આગામી અઢી વર્ષ માટેના પ્રમુખ પદ માટે મુખ્યત્વે ત્રણ દાવેદાર હોવાનું જાણવા મળ્યું છે જેમાં બીપીનભાઈ કે પરમાર,પિનલબેન વિપુલભાઇ સોલંકી અને હિરલબેન અજયભાઈ પરમાર ના નામો મોખરે છે. ત્યારે પ્રદેશ કક્ષાએથી કોના નામનું મેન્ડેડ આવે છે અને કોણ નગરપાલિકાના આગામી અઢી વર્ષ માટેના પ્રમુખ બને છે તેને લઈને અનેક ચર્ચાઓ સાંભળવા મળી રહી છે ત્યારે સોમવારે નગરપાલિકા ખાતે સવારે 11:00 કલાકે પ્રમુખ અને ઉપપ્રમુખ ના નામની ઘોષણા કરાનાર હોવાનું સુત્રો તરફથી જાણવા મળ્યું છે.
અહેવાલ યશપાલ સ્વામી