શંખેશ્વર પોલીસે નરાધમ ઈસમને ગણતરીના કલાકો માં આબાદ ઝડપી કાયૅવાહી હાથ ધરી.
ભોગ બનનાર બાળકીના મેડિકલ ચેકઅપ સાથે જરૂરી સેમ્પલો મેળવાયા..
પાટણ તા. 27 જૈનોની પવિત્ર ભૂમિ શંખેશ્વર ખાતે આવેલ ખોડીયાર નગરમાં રહેતો મુળ પાટડી તાલુકાનાં રોઝવા ગામના વાસના ભૂખ્યા યુવકે એક 11 વર્ષની મંદ બુધ્ધી બાળકીને પોતાની હવસનો શિકાર બનાવવા લલચાવી ફોસલાવી તેના ઘરની ઓરડીમાં લઈ જઈ તેની સાથે દુષ્કર્મ આચાર્ય હોવાની ઘટના શંખેશ્વર પોલીસ દફ્તરે ફરિયાદ નોંધાતા પ્રકાશમાં આવતા જૈનોની નગરી શંખેશ્વરમાં ઘટનાને પગલે સનસનાટી મચી જવા પામી છે. તો પોલીસે ગણતરીના કલાકોમાં દુષ્કર્મ આચરનાર નરાધમને શંખેશ્વર ટાઉન માંથી ઝડપી લઇ આગળની તજવીજ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.
આ ઘટનાની શંખેશ્વર પોલીસ સ્ટેશનના પીઆઇ ડી. ડી. ચૌધરી નો ટેલીફોનિક સંપર્ક કરી માહિતી મેળવતા તેઓએ જણાવ્યું હતું કે મૂળ રોઝવા ગામ, પાટડી તાલુકો, જીલ્લો સુરેન્દ્રનગર નો રહીશ ઠાકોર ભરતભાઈ ખોડાભાઈ ઉ.વ વર્ષ 27 ના એ ગતરોજ એકલતા નો લાભ લઈ પોતાનાં શરીર ની હવસ સંતોષવા એક 11 વષૅની મંદ બુધ્ધી બાળકીને લલચાવી ફોસલાવીને તેના રહેણાંક છાપરામાં લઈ જઈ ખાટલામાં બળજબરીથી બાળકી સાથે દુષ્કમૅ કયુઁ હોવાની જાણ બાળકીના પરિવારજનોને થતાં તેઓએ આ બાબતે શંખેશ્વર પોલીસ દફતરે ઉપરોક્ત નરાધમ યુવક ઠાકોર ભરત ખોડાભાઈ વિરુદ્ધ ગુનો નોંધાવતાં પોલીસે ધટના ની ગંભીરતાને ધ્યાનમાં રાખીને દુષ્કૃત્ય કરનાર નરાધમ ને શંખેશ્વર ટાઉન માથી ગણતરીના કલાકોમાં ઝડપી તેની સામે બળાત્કાર ની કલમ 376 A(B) 376 (2) (L) તથા પોસ્કો એકટ કલમ 5(K) 5 (M) 6 મુજબ ગુનો નોંધી આરોપી ના ઘરે FSL ની ટીમ દ્રારા તપાસ કરી આગળની કાયદેસર ની કાયૅવાહી હાથ ધરી છે.
તો ભોગ બનનાર મંદ બુધ્ધી બાળકીનું પણ ધારપુર હોસ્પિટલમાં મેડિકલ ચેક અપ સાથે જરૂરી સેમ્પલ લઈ રિપોર્ટ માટે મોકલી આપવામાં આવ્યાં છે. હાલમાં ભોગ બનનાર મંદ બુધ્ધી બાળકીને તેના ઘરે પરિવાર સાથે મોકલી આપી આરોપી ના રિમાન્ડ માટે ની કાયૅવાહી હાથ ધરવામાં આવી હોવાનું શંખેશ્વર પીઆઈ ડી. ડી. ચૌધરી એ જણાવ્યું હતું. જૈનોની પવિત્ર નગરી શંખેશ્વર ખાતે બનેલા જધન્ય કૃત્ય સમાન બનાવને સમગ્ર શંખેશ્વર વાસીઓએ શખ્ત શબ્દોમાં વખોડી નરાધમ ને કડક સજા કરવામાં આવે તેવી માગ કરી છે.
અહેવાલ યશપાલ સ્વામી