fbpx

શહેરના વેરાઈ ચકલાની ગંદકી પાલિકાએ કાયમી ધોરણે દૂર કરી વિસ્તાર ને સ્વચ્છ બનાવ્યો..

Date:

ગંદકી દુર થતાં વિસ્તાર ના રહિશો એ પાલિકા તંત્ર સહિત વિસ્તારના નગર સેવકો ના આભાર વ્યક્ત કર્યો..

પાટણ તા. 25
પાટણ શહેરના વોડૅ નં.3 વિસ્તારમાં આવતા વેરાઈ ચકલા વિસ્તારમાં આવેલશ્રીમાળી બ્રાહ્મણની વાડી ના પાછળના ભાગે છેલ્લા ધણા વષૉથી લોકો દ્રારા ગંદકી ઠાલવતા આ માગૅ પરથી પસાર થતાં લોકો ને પારાવાર ગંદકીનો સામનો કરવો પડી રહ્યો હતો.તો ગંદકી ના કારણે રખડતાં ઢોરો નો ત્રાસ પણ લોકો માટે અસહ્ય બન્યો હતો ત્યારે આ સમસ્યા ના નિકાલ માટે વિસ્તારના રહિશો ની રજુઆત પગલે વિસ્તાર ના નગર સેવકો દ્રારા પાલિકા સમક્ષ રજુઆત કરતા પાલિકા દ્રારા આ માગૅનુ નવીની કરણ હાથ ધરી ગંદકીનો કાયમી નિકાલ કરાવતાં આ માગૅ પરથી પસાર થતા રહીશો માં આનંદની લાગણી પ્રસરી જવા પામી હતી .આ માગૅ પરની ગંદકી દૂર થતાં બુધવારે પાટણ શહેર ભાજપ પ્રમુખ કિશોરભાઈ મહેશ્વરી, પાલિકા ઉપપ્રમુખ ધર્મેશભાઈ પ્રજાપતિ,કારોબારી ચેરમેન અરવિંદભાઈ પટેલ,પક્ષના નેતા દેવચંદભાઈ પટેલ કોપોરેટર છાયાબેન રાવલ, ગોપાલસિંહ રાજપૂત, હરેશ મોદી, રમીલાબેન ભીલ સહિત વિસ્તાર ના આગેવાન ભાઈચંદભાઈ પ્રજાપતિએ મુલાકાત લીધી હતી.

Share post:

Subscribe

Popular

More like this
Related

સીધ્ધી સરોવરમાં મોતની છલાંગ લગાવનાર દરજી યુવાનની ફાયર ટીમ ની મહેનતથી આખરે લાશ મળી…

પોલીસે લાશનું પંચનામું કરી પીએમ કરાવી લાશને વાલી વારસો...

પાટણ સરકારી ઇજનેરી કોલેજ ખાતે કાર્ડિયોપલ્મોનરી રિસુસિટેશન તાલીમનું આયોજન કરાયું…

પાટણ તા.11પાટણ સરકારી ઇજનેરી કોલેજમાં કાર્યરત NSS યુનિટ અને...

ભૂખ્યાજનોની જઠરાગ્ની તૃપ્ત કરવાનું સુતત્ય કાર્ય કરતી રોબિન આર્મી સંસ્થા..

રોબીન આર્મીના યુવાનો દ્વારા આગામી 10 દિવસમાં 10 હજાર...