fbpx

સમી, સાંતલપુર, હારીજ, શંખેશ્વર તાલુકાની વિવિધ કાર્યકારી સહકારી મંડળી ફડચામાં..

Date:

હિત સબંધ ધરાવતા વ્યક્તિઓને ફડચા અને સહકારી અધિકારી દ્વારા લ્હેણું રજૂ કરવા બે માસનો સમય અપાયો..

પાટણ તા. 25
જીલ્લા રજીસ્ટરાર સહકારી મંડળીઓ પાટણના હુકમ નંબરથી સરસ્વતી તાલુકાની મોટા જયશ્રી ચામુંડા પિયત મંડળી, ધધણા તા.સમી, શ્રી ચામુંડા પિયત મંડળી, અબિયાણા તા.સાંતલપુર,શ્રી શાંકરા ખેતી પિયત મંડળી તા હારિજ અને શ્રી બલરામપુર પીયત સહકરી મંડળી, ટુવડ તા. શંખેશ્વર જેવી વિવિધ કાર્યકારી સહકારી મંડળી ,પાટણને ફડચામાં લઈ જવામાં આવી છે.આ મંડળીનો ફડચા અધિકારી દ્વારા ચાર્જ સંભાળવામાં આવ્યો છે. જે શખ્સો અથવા હિત સંબંધ ધરાવતા વ્યક્તિઓનું આ સંસ્થા પાસે જે કંઈ લ્હેણું કે માંગણું હોય તેમણે તા.17/01/2023 થી બે માસની અંદર રૂબરૂ તે અંગેના પુરાવાઓ સહિત નામ નોંધાવવાનું રહેશે. જો તેમ કરવામાં કોઈ ચૂકશે તો પાછળથી તેમનું લ્હેણું કે માંગણું નોંધવામાં આવશે નહીં અને મંડળીના રેકર્ડ પ્રમાણે મંડળીને આટોપી લેવાની કાર્યવાહી હાથ ધરવામા આવશે.

Share post:

Subscribe

Popular

More like this
Related

ખોડીયાર માતાજીનાં વષૅ ગાઠ પવૅની ભક્તિ સભર માહોલ મા ઉજવણી કરાઈ..

પાટણ તા. 21પાટણ શહેરનાં મોતીશા દરવાજા બહાર આવેલા પટેલ...