fbpx

પાટણ જાયન્ટ્સના પૂર્વ પ્રમુખે પોતાની સ્વૅગસ્થ પત્ની ના જન્મ દિન પ્રસંગે જરૂરિયાત મંદોને ધાબળા વિતરણ કયૉ..

Date:

પાટણ તા.27
જાયન્ટ્સ પાટણ પરિવાર ના પુર્વ પ્રમુખ નટુભાઇ દરજી ના પત્ની સ્વ. લતાબેન ના તા. 26 જાન્યુઆરી રોજ જન્મ દિન નિમિત્તે જરૂરિયાત મંદ પરિવાર ના સભ્યોને ઠંડીમાં રક્ષણ આપતા ગરમ ધાબળા નું વિતરણ કરવામાં આવ્યું હતું.

જાયન્ટ્સ પુર્વ પ્રમુખ અને પાટણ સમાલ ગોળ દરજી સમાજ ના પ્રમુખ નટુભાઈ દરજીએ પોતાના ધર્મપત્ની સ્વ.લતાબેન દરજીના જ્ન્મ દિન નિમિત્તે શિયાળા ની ઋતુમાં જરૂરિયાત મંદ પરિવારો ના ઘરે જઈને દરેક ઘરે એક એક ધાબળો ,અને વિવધ સોસાયટી અને ફ્લેટૉ માં ચોકી કરતા જરૂરિયાત મંદ કર્મચારીઓને ઓઢવા માટે આશરે 50 થી વધારે ગરમ ધાબળાનું વિતરણ કરી પોતાના સ્વૅગસ્થ પત્નીના જન્મ દિવસ ની ઉજવણી કરી હતી.

આ સેવાકીય પ્રોજેકટમાં નટુભાઈ દરજીના મિત્રો ઈશ્વરભાઈ પટેલ,રાજેન્દ્ર પટેલ, પ્રહલાદભાઈ પટેલ, સત્યેન ગુપ્તા,નરેશભાઈ રાજપુરોહિત જોડાયા હતા.

Share post:

Subscribe

Popular

More like this
Related

પાટણ શહેર સહિત જિલ્લા માં ઈદ-ઉલ-અઝહા બકરી ઈદ ની કોમી એખલાસ વચ્ચે ઉજવણી કરવામાં આવી..

પાટણ તા. ૧૭પાટણ શહેર સહિત જિલ્લામાં સોમવારે મુસ્લિમ સમુદાય...

પાટણ જીમખાના ગ્રાઉન્ડ ખાતે પાટણ જિલ્લા પોલીસ ટીમ અને જીમખાના ટીમ વચ્ચે ફ્રેન્ડલી મેચ રમાઈ..

મેચ પૂર્વે જિલ્લા પોલીસવડા નું જીમખાના ક્રિકેટ એસોસિએશન દ્વારા...

શ્રી બી ડી સાર્વજનિક વિધાલયનું ધો. 12 સાયન્સ નું ઝળહતુ પરિણામ…

શ્રી બી ડી સાર્વજનિક વિધાલયનું ધો. 12 સાયન્સ નું ઝળહતુ પરિણામ… ~ #369News