શહેરની વિવિધ શાળાના ૭૭ બાળકો ની તપાસ દરમ્યાન ૨૮ બાળકોને આંખોની તકલીફ જોવા મળી..
પાટણ તા. ૩
પાટણની શ્રીજી નેત્રાલય આંખની હોસ્પિટલ ના ડો.નિખિલ ખમાર દ્વારા પાટણ ની વિવિધ શાળાના વિદ્યાર્થીઓ માટે રાહત દરે આંખોનો ચેકઅપ કેમ્પ શનિવારે યોજવામાં આવ્યો હતો. આ કેમ્પમાં જુદી જુદી શાળાના વિદ્યાર્થીઓની આંખોની તકલીફ જેવી કે ચશ્માના નંબર, લાલ આંખ થવી, આંખમાં બળતરા થવી, આંખમાંથી પાણી આવવું,ત્રાંસી આંખ,જન્મજાત આંખોની તકલીફ વગેરેનું નિદાન કરવામાં આવ્યું હતું.
આ કેમ્પમાં વિવિધ શાળાના ૭૭ વિદ્યાર્થીઓનું ચેકઅપ કરવામાં આવ્યું હતું જેમાંથી ૨૮ વિદ્યાર્થીઓને વિઝનની તકલીફ હોવાનું જણાયુ હતું. જે શાળાના વિદ્યાર્થીઓમાં સ્માર્ટફોનનો ઉપયોગ વધારે હોવાના કારણે આંખોમાં તકલીફ વધેલી હોવાનું ડો. નિખિલ ખમારે જણાવી આનાથી બચવા માટે વાલીઓએ વિદ્યાર્થીઓને સ્માર્ટફોનનો વપરાશ માર્યાદિત કરાવીને બાળકો ને મેદાનની રમત-ગમત ની પ્રવૃત્તિઓ માટે પ્રોત્સાહિત કરવા જણાવ્યું હતું.
અહેવાલ યશપાલ સ્વામી