fbpx

ઓરૂમાણા શાળા ખાતે ગામની તેજસ્વી વિદ્યાર્થીની ના વરદ હસ્તે રાષ્ટ્રધ્વજને લહેરાવી સલામી અપાઈ..

Date:

રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજી પ્રજાસત્તાક પર્વ ને યાદગાર બનાવ્યો..

પાટણ તા. 26
ઓરૂમાણા ગ્રામપંચાયત, ઓરૂમાણા પ્રાથમિક શાળા અને સરકારી માધ્યમિક શાળાના સંયુક્ત ઉપક્રમે 74 માં પ્રજાસત્તાક દિવસની રંગારંગ કાર્યક્રમો સાથે ઉજવણી કરવામાં આવી હતી.ઓરૂમાણા પ્રા. શાળાના પટાંગણમાં ગ્રામજનો અને વાલીગણની હાજરીમાં “દીકરીને સલામ દેશ કે નામ” અંતર્ગત ગામની સૌથી વધુ ભણેલી દીકરી ભૂમિકાબેન પરસોત્તમ ભાઈ રથવીના વરદ હસ્તે રાષ્ટ્રધ્વજને લહેરાવી ધ્વજ વંદન સાથે પરેડ યોજી તિરંગા ને સલામી ઝીલવામાં આવી હતી.

ત્યારબાદ પ્રાથમિક શાળા અને માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓ દ્વારા તૈયાર કરવામાં આવેલ રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતા.

જેમાં સ્વાગત ગીત, દેશભક્તિ ગીત, પિરામિડ,રાજસ્થાની ડાન્સ,ગરબો વગેરે વિદ્યાર્થીઓ દ્વારા ખૂબ જ સુંદર રીતે રજૂ કરવામાં આવ્યા હતા.


ગ્રામજનો દ્વારા વિદ્યાર્થી ઓને પ્રોત્સાહિત કરવા રોકડ પુરસ્કાર આપવામાં આવ્યા હતા.પ્રજાસત્તાક પર્વ નિમિત્તે આયોજિત કાર્યક્રમનું સંચાલન મયુરભાઈ પટેલ અને સુરેન્દ્રસિંગ પરમાર દ્વારા કરવામાં આવ્યું હતું.

Share post:

Subscribe

Popular

More like this
Related

હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત 13 ઓગસ્ટના રોજ પાટણમાં યોજાશે ભવ્ય તિરંગા યાત્રા….

પાટણ તા. ૭દેશમાં સ્વતંત્રતા પર્વને લઈને દેશભરમાં ઉત્સાહનો માહોલ...

સત્સંગ દ્વારા મનની શાંતિ પ્રાપ્ત થાય છે અને મનની શાંતિ દ્રારા જ પરમાત્માની પ્રાપ્તિ શકય છે : સદગુરુ સંતશ્રી પ્રમુખ દાદા..

સત્સંગ દ્વારા મનની શાંતિ પ્રાપ્ત થાય છે અને મનની શાંતિ દ્રારા જ પરમાત્માની પ્રાપ્તિ શકય છે : સદગુરુ સંતશ્રી પ્રમુખ દાદા.. ~ #369News

પાટણ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે મન કી બાત કાર્યક્રમ અંતર્ગત પત્રકારો ને જાણકારી અપાઈ..

પાટણ તા. 29દેશ ના વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલે 30મી...