google.com, pub-6060226431668791, DIRECT, f08c47fec0942fa0

આખરે પાલિકા દ્વારા રખડતાં ઢોરોને ડબ્બે કરવાનું પાજરૂ રિપેર થતાં ઢોર ડબ્બા ની કામગીરી શરૂ કરાઈ..

Date:

પ્રથમ દિવસે ભદ્ર વિસ્તાર માથી 10 રખડતાં ઢોરને ડબ્બે કરવામાં આવ્યા..

મોતીસા દરવાજા ખાતે ના ઢોર ડબ્બામાં સુવિધા ના અભાવને લીધે પકડાયેલા ઢોરો પાંજરાપોળ ખાતે રવાના કરાશે..

પાટણ તા. 31
પાટણ નગરપાલિકાનું ઢોર ડબ્બે કરવાનું ક્ષતિગ્રસ્ત બનેલ પાંજરું આખરે પાલિકા દ્વારા રીપેરીંગ કરાતા મંગળવારથી પાલિકાની ઢોર ડબ્બે કરવાની કામગીરી શહેરમાં શરૂ કરવામાં આવી હતી. પાટણ નગરપાલિકા દ્વારા શહેરમાં રખડતા ઢોરની સમસ્યાને નિવારવા હાથ ધરાયેલી ઢોર ડબ્બાની પ્રથમ દિવસની કામગીરી દરમિયાન ઢોર ડબ્બાના કર્મચારીઓ દ્વારા શહેરના ભદ્ર વિસ્તારમાંથી 10 જેટલા રખડતા ઢોરોને ડબ્બે કરી મોતીસા દરવાજા ખાતેના ઢોર ડબ્બામાં લઈ જવામાં આવ્યા હતા.પરંતુ આ ઢોર ડબ્બામા ઢોરો માંટે પૂરતી સુવિધા નહિ હોવાના કારણે આ રખડતાં ઢોરોને મોતીસા દરવાજા ખાતેના ઢોર ડબ્બા માથી આવતીકાલે પાટણ સ્થિત પાંજરા પોળમાં રવાના કરાનાર હોવાનું ઢોર ડબ્બા ની કામગીરી સંભાળી રહેલા પાલિકાના કર્મચારી ભરતભાઈ પટેલે જણાવ્યું હતું.

પાટણ શહેરમાં છેલ્લા કેટલાક દિવસોથી બંધ પડેલી રખડતા ઢોર ડબ્બે કરવાની જુમ્બેશ પાલિકા દ્વારા પુનઃ ચાલુ કરવામાં આવી છે ત્યારે આ ઝુંબેશ કાયમી ધોરણે ચાલુ રહે અને રખડતા ઢોરોની સમસ્યા માંથી શહેરીજનો ને મુક્ત કરવામાં આવે તેવી માંગ પ્રબળ બનવા પામી છે.

પાલિકા દ્વારા મંગળવારે હાથ ધરાયેલી રખડતા ઢોરને ડબ્બે કરવાની ઝુંબેશને લઈને રખડતા ઢોરના માલિકો પણ ઢોર ડબ્બાની પાછળ દોડતા જોવા મળ્યા હતા.

Share post:

Subscribe

Popular

More like this
Related

ગુજરાત પ્રદેશ ભાજપ ના પ્રદેશ કક્ષાના પ્રશિક્ષણ વર્ગનો પ્રારંભ કરાવતા ગુજરાતના મુખ્યમંત્રી..

ગુજરાત પ્રદેશ ભાજપ ના પ્રદેશ કક્ષાના પ્રશિક્ષણ વર્ગનો પ્રારંભ કરાવતા ગુજરાતના મુખ્યમંત્રી.. ~ #369News

યુનિવર્સિટી કેમ્પસમાં NSS દ્રારા વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો..

પાટણ તા. 6પાટણ ની હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી ના...