ગુજરાત વિઘાનસભામાં નાણાં મંત્રી કનુ દેસાઈ દ્વારા આજે કુલ 3 લાખ 1 હજાર 22 કરોડનું બજેટ મંજૂર કરવામાં આવ્યું છે. આ બજેટની ફાવણી વિવિધ વિભાગીય કામગિરી માટે જોગવાઈઓ કરવામાં આવી છે. ત્યારે જુદા-જુદા વિભાગોને આ બજેટની ફાળવણી કરવામાં આવી હતી. તેમાં પણ શિક્ષણને સૌથી વધુ 43 હજાર કરોડ બીજા નંબર પર આરોગ્યને ફાળવણી કરવામાં આવી છે.
કુલ 3 લાખ 1 હજાર 22 કરોડનું બજેટ મંજૂર કરવામાં આવ્યું તેનું સરવૈયું
– માહિતી અને પ્રસારણ વિભાગ માટે કુલ ₹૨૫૭ કરોડની જોગવાઇ
– સામાન્ય વહીવટ વિભાગ માટે કુલ ₹૧૯૮૦ કરોડની જોગવાઇ
– મહેસૂલ વિભાગ માટે કુલ ૫૧૪૦ કરોડની જોગવાઇ
-કાયદા વિભાગ માટે કુલ ₹૨૦૧૪ કરોડની જોગવાઇ
-ગૃહ વિભાગ માટે કુલ ₹૮૫૭૪ કરોડની જોગવાઇ
-ક્લાઇમેટ ચેન્જ વિભાગ માટે કુલ ₹૯૩૭ કરોડની જોગવાઇ
– વન અને પર્યાવરણ વિભાગ માટે કુલ ₹૨૦૬૩ કરોડની જોગવાઇ
– પ્રવાસનના વિકાસની હરણફાળને વેગવંતી બનાવવા માટે ₹૨૦૭૭ કરોડની જોગવાઇ
– ઉદ્યોગ અને ખાણ વિભાગ માટે કુલ ₹૮૫૮૯ કરોડની જોગવાઇ
– કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ માટે કુલ ₹૨૧,૬૦૫ કરોડની જોગવાઇ
– વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગ માટે કુલ ₹૨૧૯૩ કરોડની જોગવાઇ
– પાણી પુરવઠા પ્રભાગ માટે ₹૬૦૦૦ કરોડની જોગવાઇ
– જળસંપત્તિ પ્રભાગ માટે ₹૯૭૦૫ કરોડની જોગવાઇ
– બંદરો અને વાહન વ્યવહાર વિભાગ માટે કુલ ₹૩૫૧૪ કરોડની જોગવાઇ
– માર્ગ અને મકાન વિભાગ માટે કુલ ₹૨૦,૬૪૨ કરોડની જોગવાઈ
– ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગ માટે કુલ ₹૮૭૩૮ કરોડની જોગવાઇ
– શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ માટે કુલ ₹૧૯,૬૮૫ કરોડની જોગવાઇ
– પંચાયત, ગ્રામ ગૃહનિર્માણ અને ગ્રામવિકાસ વિભાગ માટે કુલ ₹૧૦,૭૪૩ કરોડની જોગવાઇ
– રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ માટે કુલ ₹૫૬૮ કરોડની જોગવાઇ
– રમતગમત ક્ષેત્રે ₹૩૨૦ કરોડની જોગવાઇ
– અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહકોની બાબતોના વિભાગ માટે કુલ ₹૨૧૬૫ કરોડની જોગવાઇ
– મહિલા અને બાળ વિકાસ વિભાગ માટે કુલ ₹૬૦૬૪ કરોડની જોગવાઇ
– આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ માટે કુલ ₹ ૧૫,૧૮૨ કરોડની જોગવાઈ
– શિક્ષણ વિભાગ માટે કુલ ₹૪૩,૬૫૧ કરોડની જોગવાઇ
– શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ માટે કુલ ₹ ૨૫૩૮ કરોડની જોગવાઇટ
– આદિજાતિ વિકાસ વિભાગ માટે કુલ ₹૩૪૧૦ કરોડની જોગવાઇ
– સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ માટે કુલ ₹ ૫૫૮૦ કરોડની જોગવાઇ