હીરા જ્વેલર્સમાં વેચેલા રૂપિયા ₹8,99,140 ના સોના ચાંદીના દાગીના પણ પોલીસે કબજે કર્યા..
મુથૂટ ફાઇનાન્સમાં ગોલ્ડ લોન માટે મુકેલા દાગીના મહેશ ઠક્કરે રૂપિયા 9,85,000 જમા કરાવી છોડાવી ગયો હોવાનું બેકે જણાવ્યું..
આવતીકાલે ત્રણ દિવસના રિમાન્ડ પુરા થતા વધુ રિમાન્ડ માટેની પોલીસ દ્વારા માંગ કરાય તેવી શક્યતાઓ.
પાટણ તા. 24
પાટણ શહેરમાં ચર્ચાસ્પદ બનેલા દિક્ષિતા મોદી આત્મહત્યા કાંડ માં સંડોવાયેલા મહેશ ઠક્કરના ત્રણ દિવસના રિમાન્ડ દરમિયાન પોલીસ દ્વારા બીજા દિવસ ના રિમાન્ડ દરમિયાન કરાયેલી પૂછપરછ મા મહેશ ઠક્કરે જણાવેલી હકીકત મુજબ પોલીસ દ્વારા તેના ઘરેથી મૃતક દિક્ષિતાએ વેલેન્ટાઈન ડેના દિવસે ગિફ્ટ કરેલી સોનાની વીંટી અને ચાંદીની લકી પોલીસે હસ્તગત કરી હતી. સાથે સાથે પોલીસે શહેરની હીરા જ્વેલર્સમાં મહેશ ઠક્કરે વેચાણ કરેલા દાગીના પેટે રૂપિયા 8,99,140 નો મુદ્દા માલ પણ રિકવર કરવામાં આવ્યો હતો.
તો મૃતક મહિલા પાસેથી મહેશ ઠક્કરે ફોસલાવીને લીધેલા દાગીના જે તેને મુથૂટ ફાઇનાન્સમાં ગીરવે મૂકી ગોલ્ડ લોન મેળવેલ જે પેટે રૂપિયા 9,85 લાખની રકમ મહેશ ઠક્કરે મુથુટ ફાઇનાન્સ મા જમા કરાવી દાગીના છોડાવી ગયેલ હોવાનું બેકે જણાવી તે બાબતે ની ડિટેલ બેક દ્રારા પોલીસ ને સુપ્રત કરવામાં આવી હતી પરંતુ મુથૂટ ફાઇનાન્સ માંથી છોડાવાયેલા દાગીના નું મહેશ ઠક્કર દ્વારા શું કરવામાં આવ્યું તેની જાણકારી પણ મેળવવાની તજવીજ હાથ ધરવામાં આવેલ છે.
સાથે સાથે મહેશ ઠક્કરના મોબાઇલની કોલ ડીટેલ પરથી ક્રિકેટના સટોડીયા ઓનું લીસ્ટ મેળવી તે દિશામાં પણ પોલીસ દ્વારા તપાસના ચક્રો ગતિમાન કર્યા હોવાનું જણાવ્યું હતું. આવતીકાલે શનિવારે મહેશ ઠક્કરના ત્રણ દિવસના રિમાન્ડ પૂર્ણ થતા હોય વધુ રિમાન્ડ માટે પણ પોલીસ દ્વારા માંગ કરવામાં આવનાર હોવાનું પાટણ એ ડિવિઝન પોલીસ એ જણાવ્યું હતું.