fbpx

સિધ્ધપુર ના ટોક ઓફ ધ ટાઉન બનેલા માનવ કંકાલ નું સાચું રહસ્ય ડીએનએ રિપોર્ટ બાદ જ બહાર આવશે : પોલીસ વડા..

Date:

બનાવની અપ ટુ બોટમ સુધી ની માહિતી આપવા જિલ્લા પોલીસ વડા દ્રારા પ્રેસ કોન્ફરન્સ યોજાઈ..

પાટણ તા. ૨૦
સિધ્ધપુર નગર પાલીકા હસ્તકની પાણીની પાઇપ લાઇન માંથી માનવ અવશેષો જેવા અંગો ની ઓળખ ની દિશામાં તેમજ મૃત્યુના કારણની દિશામાં કે કોઇ ગુનાહીત બનેલ છે કે કેમ તે દિશામાં જિલ્લા પોલીસ વડા ના માગદશૅન હેઠળ પોલીસ ની અલગ અલગ ટીમોએ ચક્રો ગતિમાન બનાવ્યા હોવાનું જિલ્લા પોલીસ વડા એ સિધ્ધપુર પોલીસ મથકે શનિવારે યોજેલ પ્રેસ કોન્ફરન્સ દરમિયાન જણાવ્યું હતું.

બનાવી તપાસ કરતી પાટણ જિલ્લા પોલીસ સિધ્ધપુર નગર પાલીકા દ્વારા બ્લોક ચેકીંગ દરમ્યાન વિધ્ધપુર ઉપલી શેરી વિસ્તારમાં આવેલ આશાપુરા માતાજી ના મંદીર નજીક પાલીકા હસ્તકની પાણીની પાઇપલાઇનમાં રહીશોની રજુઆત અનુસંધાને તા.૧૭/૦૫/ ૨૦૨૩ ના કલાક-૧૩/૦૦ વાગે માનવ અવશેષ જેવા અંગો મળી આવેલ જે અંગો પેનલ ડોક્ટર થી ફોરેન્સીક પી.એમ. સારૂ ફોરેન્સીક વિભાગ અમદાવાદ સિવિલ ખાતે મોકલી આપેલ અને જે આધારે સિધ્ધપુર પો.સ્ટે. જ. જોગ નં.૪૪/૨૦૨૩ તા.૧૬/૦૫/૨૦૨૩ નારોજ દાખલ કરી સિધ્ધપુર પીલીસ ઇન્સ્પેક્ટર દ્વારા તપાસ હાથ ધરવામાં આવેલ અને તપાસ દરમ્યાન સદરી માનવ અવશેષો સાથે પાઇપ લાઇનમાંથી એક સ્ટીલ જેવી ધાતુનું કડું પણ મળી આવેલ હોઇ જે તપાસ અર્થે કબજે કરવામાં આવેલ અને તપાસ ચાલુ હતી

તે દરમ્યાન તા.૧૭/૦૫/૨૦૨૩ નારોજ સિધ્ધપુર લાલડોશીની પોળ ખાતેથી પાણીની પાઇપ લાઇન બ્લોકેઝ ચેકીંગ દરમ્યાન લોખંડની પાઇપ લાઇનમાંથી માનવ અવશેષનો પગ જેવો અંગ મળી આવતાં જે પણ પેનલ ડોક્ટરથી ફોરેન્સીક પી.એમ. સારૂ ફોરેન્સીક વિભાગ અમદાવાદ સિવિલ ખાતે મોકલી આપેલ સુંદરી બનાવ ચકચારી હોઇ બનાવની ગંભીરતા લઇ આગળ ની તપાસ પાટણ જીલ્લા પોલીસ અધિક્ષક વિશાખા ડબરાલ નાઓએ પાટણ એલ. સી. બી. ના પોલીસ ઇન્સ્પેક્ટર આર.કે.અમીન નાઓને સોંપવામાં આવેલ અને પોલીસ અધિક્ષક પાટણ ના ઓની ઉપસ્થિતીમાં તેઓના માર્ગદર્શન મુજબ સિધ્ધપુર ડી.વાય.એસ.પી. કે.કે.પંડ્યા તથા પાટણ એલ.સી.બી.ના પોલીસ ઇન્સ્પેક્ટર આર.કે.અમીન તથા સિધ્ધપુર પો.સ્ટે.ના પોલીસ ઇન્સ્પેક્ટર જે.બી.આચાર્ય તથા એલ.સી.બી. સ્ટાફના માણસો તથા સિધ્ધપુર પો.સ્ટે.ના માણસો ની ટીમ બનાવી ટેકનીકલ તેમજ હ્યુમન સોર્સ તેમજ ફોરેન્સિક તેમજ મેડીકલ એવીડન્સ જેવા જુદા જુદા એંગલથી અને જુદા જુદા પાસાઓ થી તપાસ હાથ ધરવામાં આવેલ અને ઉપરોક્ત બન્ને જગ્યાએથી મળી આવેલ માનવ અવશેષો જે પાઇપ લાઇનમાંથી મળી આવેલ તે પાઇપ લાઇન કયા પાણીના ટાંકામાંથી આવે છે

તે આધારે સિધ્ધપુર કોઠારીવાસ પાસે આવેલ પાણીના ઓવરહેડ ટાંકામાં તપાસ કરાવતા એક દુપોટ્ટો મળી આવેલ જે દુપટ્ટો સિધ્ધપુર પો.સ્ટે. ગુમ જાણવા જોગ ન૪/૨૦૨૩ તા.૦૯/૦૫/૨૦૨૩ ના કામે તા.૦૭/૦૫/૨૦૨૩ નારોજ સાંજના પોણા આઠેક વાગે સિધ્ધપુર ગુરૂનાનક સોસાયટી ખાતેથી પોતાના ઘરેથી ગુમ થયેલ લવિનાબેન ડો/ઓ દિનેશ કુમાર હરવાણી ઉ.વ.આ.૨૫ વાળીનો હોવાનું સદરી ગુમ થનાર લવિનબેન ની બહેન રેશ્માબેને ઓળખી બતાવેલ અને તે દુપટ્ટો બનાવ વખતે લવિના બેન ઘરેથી પહેરી નીકળેલ હોવાનું જણાવેલ અને તેના જેવો જ દુપટ્ટો રેશ્માબેન પાસે હોઇ જે દુપટ્ટો બતાવતા ટાંકામાંથી મળી આવેલ દુપટ્ટો જેવો એકજ કદ માપ રંગ ડિઝાઇન ભાતવાળો હતો અને માનવ અંગો સાથે મળી આવેલ કડુ પણ આ રેશ્માબેનને બતાવતા તેમના ઘરે તેવું જ કડુ હોઇ જે કડું તેમજ અંગો સાથે મળી આવેલ કડું એક જેવું જ જણાઇ આવતું હોઇ જે બન્ને કડા સરખામણી સારૂ એફ.એસ.એલ મોકલી આપવા તજવીજ કરવામાં આવેલ તેમજ સદરી પાણીના ટાંકામાંથી દુપટ્ટો મળી આવેલ હોઇ જેથી પાણીના ટાંકાની આજુબાજુના સી.સી. ટી. વી. કેમેરાની તપાસ કરતાં પાણીના ટાંકા તરફ આવતા રસ્તા ઉપરના સી.સી, ટી.વી ફુટેઝમાં તા.૦૭/૦૫/૨૦૨૩ ના રાત્રીના પોણા આઠ વાગ્યાના સુમારે સદરી ગુમ થનાર લવીનાબેન વાદળી ટોપ તથા સફેદ પાઈઝામો તથા દુપટ્ટા સાથે ચાલીને એકલા જતા જણાય છે જે તેના ઘરનાઓએ ઓળખી બતાવેલ છે

જેથી મળી આવેલ માનવ અવશેષો સદરી ગુમ થનાર લવનાબેનના હોવાનો શક જતો હોઇ જેથી લવિનાબેનના માતા લતાબેન તથા પિતા દિનેશકુમારના મળી આવેલ અંગો સાથે ડી.એન.એ મેચીંગ ટેસ્ટ કરાવવા સારૂ સેમ્પલ લેવડાવી એફ. એસ.એલ ખાતે મોકલી આપવા માં આવેલ તેમજ પાઇપલાઇનમાંથી મળી આવેલ માનવ જેવા અવશેષોનું પી.એમ થયા બાદ ડૉક્ટરે પ્રાથમિક સર્ટીમાં સદરી માનવ અંગો આશરે ૨૧ થી ૪૦ વર્ષની સ્ત્રીના હોવાનું જણાવેલ હોઇ જે આધારે સિધ્ધપુર પોસ્ટ,ખમીત ૧૦/૨૦૩ તા.૧૮/૦૫/૨૦૨૩ સી.આર.પી. સી. કલમ- ૭૪ મુજબ રજીસ્ટર કરાવવામાં આવેલ છે જેની તપાસની હકીકત નીચે મુજબની છે.

આ કામે બનાવની ગંભીરતા ધ્યાને લઇ સિધ્ધપુર ખાતેના ડૉક્ટરોને મળી આ કામે મળી આવેલ માનવ અવશેષોના અંગોનું પેનલ ડોક્ટરથી ફોરેન્સિક વિભાગ અમદાવાદ સિવિલ હોસ્પીટલ અમદાવાદ ખાતે પી.એમ કરાવવામાં આવેલ છે.આ કાર્ય પેનલથી ફોરેન્સિક પી.એમ. થયા બાદ પી.એમ.નોટ આવતાં જેમાં સદરી માનવ અંગો ઉપર મૃત્યુ થયા પહેલાની કોઇ જાતની ઇજા જણાવેલ નથી.તેવું જણાવેલ છે,

સદરી મળી આવેલ માનવ અવશેષો ઉપર મૃત્યુ પહેલાની કોઇ તીક્ષ્ણ હથીયારના ઘા કે સાપ કટીંગ કેબોથડ પદાર્થની ઇજા જણાઇ આવેલ નથી કે મૃત્યુ પહેલાં કટકા થયેલ હોય તેવું જણાઇ આવેલ નથી તેવું પી.એમ. બાદ ડોક્ટરો ઓએ જણાવેલ છે. સદર માનવ અવશેષો મૃત્યુ થયા પછી ફેરફારોના કારણે તેમજ પાણીમાં પડી રહેવાના કારણે સડવાની સાથે ફોગાઇ ગયેલ હતા. (Advance stage of decomposition with charges of acpocorn) તેવું પી.એમ થયા બાદ ડૉક્ટરો એ જણાવેલ છે.સદર માનવ અવશેષો પાણીમાં પડી રહેવાથી બોડી ડિકંપીઝ થઇ કે પાણીના પ્રવાહના વેગથી કે પાઇપ લાઇન માં વારંવાર અથડાવવાથી કે પાઇપ લાઇનના વળાંક વાળા ભાગે અથડાવવાથી શરીરના સાંધા ચામડી માંસના લોચા એકબીજા
થી છૂટા થઇ સકે તેમજ પી.એમ. નીટમાં દર્શાવ્યા મુજબ સંખ્યા બંધ અસ્થિભંગની ઇજાઓ શકે તથા તેના કારણે અવયવો પણ છૂટા પડી શકે તેવું ડોક્ટરોએ જણાવેલ છે, સિધ્ધપુર નગર પાલીકા હસ્તકની પાણીની પાઇપ લાઇનમાંથી અલગ અલગ જગ્યાએથી મળી આવેલ માનવ અવશેષોના અંગો આશરે ૨૧ થી ૪૦ વર્ષની સ્ત્રીના હોવાનું પી.એમ. બાદ ડોક્ટરોઓએ જણાવેલ છે.

જેથી પ્રથમ દ્રષ્ટીએ એક જ સ્ત્રીના આ અલગ અલગ અંગો હોઇ શકે તેવું સ્પષ્ટ થાય છે તેમ છતાં ડી.એન.એ. પરીક્ષણ થઇ આવ્યે થી ચોક્કસ કહી શકાય.આ કામે નગર પાલિકા સિધ્ધપુર ને લેખિતમાં રીપોર્ટ આપી પાઇપ લાઇનની માહીતી મેળવવા માં આવેલ છે તેમજ તેમાં પાણીની પાઇપ લાઇન ઉપર કામ કરતા એન્જીનિયર ની પુછપરછ દરમ્યાન જે પાણીની પાઇપ લાઇન માંથી અંગો મળેલ છે તે કોઠારી વાસ નજીક આવેલ પાણી ના ઓવરહેડ ટાંકા માંથી જ પ્રવેશી શકે તેવું સ્પષ્ટ જણાવેલ છે.

આ કામે પાણીની પાઇપ લાઇન ઉપર કામ કરતાં ઍન્જીનીયરના જણાવ્યા મુજબ પાઇપ લાઇનમાંથી જમાનવ અંગો મળેલ છે.તે કોઠારી વાસ ખાતે આવેલ ટાંકામાંથી જ પ્રવેશી શકે તેમ હોઇ તેમજ સદરીકોઠારીવાસ ખાતે આવેલ ઓવર હેડ ટાંકા માંથી ગુમ થનાર લવિનાબેન નો દુપટ્ટો પણ મળી આવેલ હોઇ જેથી તેની આજુબાજુના તથા લવિનાબહેનના ઘરેથી માડીને કોઠારીવાસના ટાંકા સુધી આવતા રસ્તાઓના તમામ સ્થળોના સી.સી. ટી.વી. કેમેરા ફુટેઝની તપાસ હાથ ધરવામાં આવેલ છે.આ કામે ઉપરોક્ત જણાવ્યા મુજબ ગુમ થનાર લવિનાબેનના મોબાઇલની તેમજ લાગતા વળગતાં મોબાઇલ નંબરોની તેમજ પાણીની ઓવરહેડ ટાંકીના ટાવર ડમ્પ ડેટા મેળવી જે તમામ કોલ ડીટેઇલો કઢાવી તપાસ હાથ ધરવા માં આવેલ છે, તેમજ સદરી લવિના બેન ના મોબાઇલ ના મિડીયા ઉપકરણો જેવા કે વોટ્સ એપ, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ આધારે તપાસ હાથ ધરવામાં આવેલ છે.

આ કામે ઉપરોક્ત જણાવ્યા મુજબ ગુમ થનાર લવિનાબેનની બહેનપણીઓ તેમજ તેઓના વાલી વારસો, સગા સંબંધીઓ તેમજ લાગતા વળગતા તમામ લોકોની પૂછપરછ કરી તપાસ હાથ ધરવામાં આવેલ છે. આ કામે સદરી ગુમ થનાર લવીના બેન ને કોઇ મનદુખ હતું કે કેમ? તેમજ તા.૧૨/૦૫/૨૦૨૩ નારોજ તેણીના લગ્ન થવાના હતા તો આ બાબતે કોઇ મનદુખ હતું કે કેમ તેમજ અન્ય કોઇ સાથે કોઇ પણ પ્રકારે મનદુખહતું કે કેમ? તે બંધા પાસાઓની ઉંડાણપુર્વક તપાસ હાથ ધરવામાં આવેલ છે.આ કામે એફ.એસ.એલ. માંથી ડી.એન.એ ટેસ્ટનો રીપોર્ટ આવેથી આ લાશ લવિના કે અન્ય કોઇની છે તે કહી શકાય તેમજ મળી આવેલ માનવ અવશેષોના પી.એમ. ની પી.એમ. નોટમાં મૃત્યુ નુ કારણ પેન્ડીંગ હોઇ જે કારણ એફ. એસ. એલ. રીપોર્ટ આવેથી જાણી શકાય તેમ છે. તે ઉપર તપાસ ચાલુ છે.આમ આ સમગ્ર બનાવની તપાસ પાટણ જીલ્લા પોલીસ અધિક્ષક વિશાખા ડબરાલ તેમજ સિંધધપુર નાયબ પોલીસ અધિક્ષક કે. કે. પંડયા ના માર્ગદર્શન હેઠળ પાટણ જીલ્લા એલ. સી.બી.પો. ઇન્સ. આર.કે.અમીન તથા તેમની ટીમ તેમજ સિધ્ધપુર પો.સ્ટે.ના પો.ઇન્સ. જે.બી.આચાર્ય તથા તેમની ટીમ ભેગા મળી ટીમવર્કથી તપાસ કરવામાં આવી રહેલ હોવાનું જિલ્લા પોલીસ વડા એ પ્રેસ કોન્ફરન્સ દરમિયાન પત્રકારોને જણાવ્યું હતું. જોકે સિધ્ધપુર ની આ ઘટના હાલમાં ટોક ઓફ ધ ટાઉન બની રહી છે.

Share post:

Subscribe

Popular

More like this
Related

પાટણના વોર્ડ નંબર 10 વિસ્તારમાં પાણીની મુખ્ય પાઇપ લાઇનમાં ભંગાણ સજૉતા રહીશો પાણી માટે ટળવળીયા …

પાલિકા પ્રમુખે ટેન્કર મારફતે પાણીની સુવિધા પૂરી પાડી ભંગાણ...

પાટણ 108 ની ટીમે અડિયાની પ્રસવ પીડા ભોગવતી મહિલાની એમ્બ્યુલન્સમાં જ નોર્મલ ડિલિવરી કરાવી..

પાટણ 108 ની ટીમે અડિયાની પ્રસવ પીડા ભોગવતી મહિલાની એમ્બ્યુલન્સમાં જ નોર્મલ ડિલિવરી કરાવી.. ~ #369News

હેમચંદ્રાચાર્ય ગુજરાત યુનિવર્સિટી નું વર્ષ 2024 25 નું રૂ.4.52 કરોડની પુરાત વાળુ બજેટ મંજૂર કરાયું…

યુનિવર્સિટી બોર્ડ ઓફ મેનેજમેન્ટ ની મળેલી બેઠકમાં બજેટ રજૂ...