પાટણના જીવદયા પ્રેમીઓએ સ્થળ પરથી ચાર અબોલ જીવો છોડાવી પાંજરાપોળમાં મોકલ્યા..
પાટણ તા. 25
આજકાલ કેટલાક લોકો ધાર્મિકતા ના નામે અંધશ્રદ્ધાઓ ફેલાવી અબોલ પશુઓની બલી ચડાવતા હોવાની ધટનાઓ પ્રકાશ મા આવતી હોય છે.તો કેટલાક કિસ્સામાં આવા અંધશ્રદ્ધા ના કામો અટકાવવામાં જીવદયા પ્રેમીઓને જાણ થતાં તેઓ ધટના સ્થળે પહોંચી લોકો ને સમજાવી આવા અબોલ જીવોને બલી ચડતા રોકી નવજીવન બક્ષતા હોય છે.
ત્યારે આવો જ એક અંધશ્રદ્ધા મા અબોલ જીવો ની બલી ચડે તે પૂર્વે અબોલ જીવોને પાટણના જીવ દયા પ્રેમીઓએ ઘટના સ્થળે પહોંચી મુક્ત કરવાની કામગીરી કરી છે. આ બાબતે જાણવા મળેલી હકીકત મુજબ પાટણ જિલ્લાના સિધ્ધપુર તાલુકાના કલ્યાણા ગામે શુક્રવારની રાત્રે માતાજી ની રમેલ નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કેટલાક લોકો દ્વારા ધાર્મિક તા ના નામે અંધશ્રદ્ધા ફેલાવી માતાજી અબોલ જીવોની બલી માંગતા હોવાનું જણાવતા અંધશ્રદ્ધામાં માનનારા લોકોએ માતાજીને બલિ ચઢાવવા માટે ચાર અબોલ જીવોને લાવવામાં આવ્યા હતા.
આ અંધશ્રદ્ધા બાબતે પાટણનાં જાણીતા જીવદયા પ્રેમી બંટીભાઈ શાહ અને તેમની ટીમ ને જાણ થતા તેઓએ મોડી રાત્રે સિદ્ધપુર તાલુકાનાં કલ્યાણા ગામે યોજાયેલ રમેલ સ્થળે પહોંચી જઈ અંધશ્રદ્ધા બાબતે ઉપસ્થિત સૌને માહિતગાર કરી બલી ચડાવવા માટે લાવવામાં આવેલ ચાર જેટલા અબોલ પશુઓના જીવ બચાવવાનું એક સફળ કાર્ય કરી જીવદયા પ્રેમી
ઓએ મોતના મુખમાંથી છોડાવેલ અબોલ જીવોને પાટણ પાંજરાપોળ ખાતે મુકવામાં આવ્યા હતા. અંધશ્રદ્ધા નામે જ્યાં જ્યાં નિર્દોષ પશુઓની આવી બલી ચડતી હોય ત્યાંથી આ નિર્દોષ પશુઓને મુક્ત કરાવવા માટે જાગૃત લોકો એ આવા જીવદયા પ્રેમીઓનો સંપકૅ કરી બલી ચડતા અબોલ જીવો ને બચાવવા જોઈએ અને આ માટે લોકોએ પણ જાગૃતિ લાવી નિર્દોષ પશુઓની હત્યા થતી રોકવી જોઈએ તેવુ જીવદયા ની પ્રવૃત્તિ કરી રહેલા જીવદયા પ્રેમીઓ એ જણાવ્યું હતું.