google.com, pub-6060226431668791, DIRECT, f08c47fec0942fa0

શેઠશ્રી એન.જી.પટેલ (એમ.એન) પ્રાથમિક શાળામાં શિક્ષકદિનની ઉજવણી કરવામાં આવી.

Date:

આજ રોજ ઉ.ગુ.યુવક મંડળ સંચાલિત શેઠશ્રી એન.જી.પટેલ (એમ.એન) પ્રાથમિક શાળામાં આપણા મહામહિમ શિક્ષકથી સફર ખેડીને રાષ્ટ્રપતિ પદ પર પહોંચેલા આપણા ફિલોસોફર એવા ડો. સવૅપલ્લી રાધાકૃષ્ણના જન્મ દિવસે શિક્ષક દિન કાર્યક્રમની ભવ્ય ઉજવણી કરવામાં આવી. જેમાં ધોરણ- ૧ થી ૮ વિદ્યાર્થીઓએ ઉત્સાહ ભેર ભાગ લીધો હતો. આ કાર્યક્રમની શરૂઆત સ્વયં એક દિવસ બનેલા શિક્ષક મિત્રોએ પ્રાર્થના કાર્યક્રમથી લઈને શાળાના શૈક્ષણિક કાર્યની તમામ જવાબદારી પોતાને શિરે લીધી હતી.

દિવસની શુભ શરૂઆત માં સરસ્વતીની પ્રાર્થના,ભજન,ધૂનથી કરવામાં આવી તથા અભિનય ગીત, ઘડીયાગાન ,આજના મુખ્ય સમાચાર, આજનો દીપક અને આજનું ગુલાબ જેવા વિવિધ કાર્યક્રમો પૂર્ણ કરી શૈક્ષણિક કાર્યની શરૂઆત કરી હતી. વિદ્યાર્થીઓએ આજે પોતાની શાળામાં પ્રિન્સિપાલ, વાઇસ પ્રિન્સિપાલ, સેવક, ક્લાર્ક, શિક્ષક સહિતની તમામ જવાબદારી નિષ્ઠાપૂર્વક નિભાવી હતી. વિધાર્થીનીઓએ સાડી પહેરીને શિક્ષણ કાર્ય કરવાનો અને શિક્ષિકા બનીને બાળકોને એટલે કે તેમના જ સહાધ્યાયીઓને ભણાવવાનો પણ અનરો આનંદ લીધો હતો.

શિક્ષકદિન પર્વની ઉજવણી શાળામાં હર્ષોઉલ્લાસથી કરવામાં આવી. આ પ્રસંગે શાળાના આચાર્ય બનેલ વિધાર્થી ચૈત્ય નેહલકુમાર પટેલે પોતાના સંબોધનમાં આજના અનુભવ અને ગુરુના મહત્વને સમજાવ્યું હતું. સમગ્ર કાર્યક્રમનું આયોજન શાળાના ઇ.આચાર્યશ્રી વસંતભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ તથા શાળા પરિવારના તમામ સભ્યોના સાથ સહકારથી કરવામાં આવ્યું હતું.

અહેવાલ યશપાલ સ્વામી

Share post:

Subscribe

Popular

More like this
Related

પાટણ સમીપ આવેલા અનાવાડા ગામે સમસ્ત ગ્રામજનો દ્વારા વર્ષોની પરંપરા મુજબ ગામ તોરણ બંધાયુ..

પાટણ સમીપ આવેલા અનાવાડા ગામે સમસ્ત ગ્રામજનો દ્વારા વર્ષોની પરંપરા મુજબ ગામ તોરણ બંધાયુ.. ~ #369News

પાટણની તપોવન સ્કૂલ ખાતે વિશ્વ યોગ દિવસની ઉજવણી કરાઈ..

યોગગુરૂ દ્વારા તંદુરસ્ત જીવન માટે યોગ પ્રાણાયામ જરૂરી હોવાનું...

પાટણ ના જગદીશ મંદિર હોલમાં બ્રહ્મ સમાજની પ્રથમ બેઠક મળી..

#પાટણ ના #જગદીશ મંદિર હોલમાં બ્રહ્મ સમાજની પ્રથમ બેઠક મળી.. ~ #369News

ચાણસ્માના નગરજનોએ અવશ્ય મતદાન કરવા માટેના શપથ ગ્રહણ કર્યા…

પાટણ તા. ૨૭આગામી લોકસભા સામાન્ય ચુંટણી 2024 અંતર્ગત 17-ચાણસ્મા...