32 વર્ષીય ભારતીય નાગરિક, મોહમ્મદ રહેમતુલ્લા સૈયદ અહેમદને મંગળવારે ઓસ્ટ્રેલિયન પોલીસે ગોળી મારી દીધી, કારણ કે તેણે કથિત રીતે એક ક્લીનરને ચાકૂ મારી દીધું હતું અને પોલીસ અધિકારીઓને ચાકૂથી મારવાની ધમકી આપી હતી.
ઓસ્ટ્રેલિયામાં મંગળવારે એક 32 વર્ષીય ભારતીય યુવકને પોલીસે ગોળી મારી દીધી. યુવકની ઓળખ મોહમ્મદ રહેમતુલ્લા સૈયદ અહેમદ તરીકે થઈ છે. અહીંના એક અખબારે અહેવાલ આપ્યો છે કે 32 વર્ષીય ભારતીય નાગરિક, મોહમ્મદ રહેમતુલ્લા સૈયદ અહેમદને મંગળવારે ઓસ્ટ્રેલિયન પોલીસે ગોળી મારી દીધી, કારણ કે તેણે કથિત રીતે એક ક્લીનરને ચાકૂ મારી દીધું હતું અને પોલીસ અધિકારીઓને ચાકૂથી મારવાની ધમકી આપી હતી.
ઓસ્ટ્રેલિયામાં ભારતના કોન્સ્યુલેટ જનરલે જાણ્યું કે હુમલાખોર ભારતના તમિલનાડુ રાજ્યનો હતો અને બ્રિજિંગ વિઝા પર ઓબર્નમાં રહેતો હતો. તપાસકર્તાઓ એ વાતની તપાસ કરી રહ્યા છે કે આ હુલાખોર યુવકનું માનસિક સ્વાસ્થ્ય કેવું હતું અને તેણે આ ઘટનામાં કોઈ ભૂમિકા ભજવી છે કે કેમ. તપાસકર્તાઓનું કહેવું છે કે પોલીસ દ્વારા ગોળી મારતા પહેલા અહેમદે એક ક્લીનરને ચાકુ માર્યું હતું અને પછી પોલીસ અધિકારીઓને ચાકુથી મારવાની ધમકી આપી હતી.
એક અખબારના અહેવાલમાં પોલીસને ટાંકીને જણાવ્યું કે અહેમદે મંગળવારે 12.03 વાગ્યે સિડનીના પશ્ચિમમાં ઓબર્ન ટ્રેન સ્ટેશન પર 28 વર્ષીય ક્લીનર પર હુમલો કર્યો હતો અને ઓબર્ન પોલીસ સ્ટેશન પહોંચ્યો. ઓસ્ટ્રેલિયામાં ભારતના કોન્સ્યુલેટ જનરલે કહ્યું, ‘આ ઘટના અત્યંત ચિંતાજનક અને દુર્ભાગ્યપૂર્ણ છે. અમે આ મામલો ઔપચારિક રીતે વિદેશ અને વેપાર વિભાગ, NSW ઓફિસ તેમજ રાજ્ય પોલીસ અધિકારીઓ સાથે ઉઠાવ્યો છે.
જયારે બે અધિકારીઓએ ચાકુ મારવાની ખબરોનો જવાબ આપવા માટે પોલીસ સ્ટેશન છોડવાનો પ્રયાસ કર્યો ત્યારે અહેમદે તેમના પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો. આ હુમલા બાદ વરિષ્ઠ અધિકારીએ ત્રણ ગોળી ચલાવી જેમાંથી બે સૈયદ અહેમદની છાતીમાં વાગી. એક પ્રોબેશનરી કોન્સ્ટેબલે આ માણસ પર તેના ટેઝરનો ઉપયોગ કર્યો.