પાટણમાં ટી.વી.નો અવાજ ધીમો કરવાનું કહેતાં પતિએ આ ઘર મારું છે, મને કાંઇ કહેવાનું નહીં કહીને પત્નીને માર માર્યો મહિલાને સારવાર માટે ધારપુર સિવીલમાં ખસેડાઇ આ અંગે તેણે ફરિયાદ નોંધાવી
પાટણ શહેરનાં ગુલશનનગરમાં રહેતી પત્નીએ પોતાનાં પતિને રાત્રે ટી.વી. બંધ કરવાનું કહેતાં ઉશ્કેરાયેલા પતિએ માર માર્યો હતો. તેમજ ત્રાસ આપતાં મામલો પોલીસે સ્ટેશને પહોંચ્યો હતો. પત્નીએ પતિ સામે ફરિયાદ નોંધાવી હતી.
પત્નીએ તેમનાં પતિ અનવરખાન સામે એવો આક્ષેપ કર્યો હતો કે, તેમનાં પતિ બે વર્ષ અગાઉ સાઉદી એરેબીયાથી ઘેર પરત આવ્યાં પછી હાલમાં કોઇ કામધંધો કરતાં ન હોવાથી પત્નીને ઘર ચલાવવામાં તકલીફ પડતી હોવાથી તે અને તેમનાં દિકરાઓ તેમને કામ ધંધો કરવા કહેતાં પતિએ અવાર નવાર કહેતા કે, આ ઘર મારું છે તથા તમે આ ઘર છોડીને બીજે જતા રહો. આ બાબતે મહિલા ને તેનાં પતિ સાથે તકરારો થતી હતી. ત્રાસ આપતા હતા.
તા.24 ની રાત્રે મહિલા ઘેર હતી ત્યારે પતિએ ઉંચા અવાજે ટી.વી. જોતા હોવાથી તેમને ટી.વી.નો અવાજ આછો કરવા તથા મોડીરાત થઇ હોવાથી સૂઇ જવાનું કહેતાં પતિએ આ મારું ઘર છે, તમારે કાંઇ કહેવાનું નથી. તેમ કહીને ઉશ્કેાઇ જઇને પત્નીને માર મારતાં હોબાળો થયો હતો. જોકે, લોકોએ પતિને શાંત પાડ્યા હતા. આ મહિલાને સારવાર માટે ધારપુર સિવીલમાં ખસેડાઇ હતી. આ અંગે તેણે ફરિયાદ નોંધાવી હતી.