fbpx

સરસ્વતી તાલુકાના ઓઢવા ની દિકરી ને ભગાડી જવાના મામલે માતા પિતા ની જિલ્લા પોલીસ વડા ને આવેદનપત્ર આપ્યું..

Date:

પાટણ તા. 1
નાયતા ગામનો છોકરો ઓઢવા ગામની દિકરીને ભગાડી જતાં તેણીને પરત લાવી આપવા દિકરી ના માતા પિતા દ્રારા જિલ્લા પોલીસ વડાને આવેદનપત્ર આપી રજુઆત કરવામાં આવી છે. આ બાબતે દિકરીના ફરીયાદી પિતા પ્રવિણજી રામશીજી ઠાકોરે રહે. ઓઢવાવાળા દ્રારા જિલ્લા પોલીસ વડા ને આપેલ આવેદનપત્ર મા જણાવ્યું છે કે મારી દિકરી અલ્પાબેન જેની જન્મ તારીખ ૩૧/૮/૨૦૦૫ છે,જે પુખ્ત વયની નથી.જેને લઈને શ્રવણજી ઠાકોર રહે. નાચતા,તા.સરસ્વતી, જી.પાટણ વાળાએ લલચાવી ફોસલાવી તારીખ ૨૪/૩/૨૦૨૩ના રાત્રિના નવ વાગ્યાથી તા.૨૫/૩/૨૦૨૩ ના સવારના ૬-૦૦ વાગ્યા પહેલા કોઇપણ સમયે અમારા ઘરેથી મારી દિકરી અલ્પાને ભગાડી ગયેલ હોઇ ધોરણસરની ફરીચાદ તા.૨૭/૩/ ૨૦૨૩ ના રોજ આપેલ.પરંતુ આજદિન સુધી મારી દિકરી ની કોઈ ભાળ મળેલ નથી..

આ અંગે અગાઉ પણ અમે પોલીસ ફરીયાદ નોંધાવેલ છે છતાંપણ પોલીસ દ્વારા કોઇ યોગ્ય કાર્યવાહી કરવામાં આવેલ નથી. ત્યારે જિલ્લા પોલીસ વડા ની રૂબરુ એ આપ મારી દિકરી ને બને તેટલી ઝડપથી મારા ઘરે પરત લાવી આપશો તેવી રજુઆત કરી સામે આરોપી પરિવાર માથા ભારે હોય મારા પરીવાર ને મારી નાખશે તેવો મને ભય સતાવી રહયો છે. ત્યારે આ બાબતે મને કે મારા પરિવારને કંઈપણ થશે તો તેના મારા સમગ્ર વહીવટી તંત્ર જવાબદાર રહેશે તેવો ઉલ્લેખ આવેદનપત્ર મા કરવામાં આવ્યો છે.

Share post:

Subscribe

Popular

More like this
Related

પાટણ શહેરના જુના બસ સ્ટેન્ડ વિસ્તાર માથી બિન વારસી લાશ મળી આવી..

પાટણ તા. 29 પાટણ શહેરના વિવિધ વિસ્તારોમાં અવાર નવાર...