google.com, pub-6060226431668791, DIRECT, f08c47fec0942fa0

પાટણના સંડેર મણુદ માગૅ પર આવતાં ખેતરમાં જુગાર રમતા પાંચ જુગારીયા તત્વો ઝડપાયા.

Date:

રોકડ રકમ અને મુદામાલ મળી કુલ રૂ. 10.12 લાખનો મુદ્દામાલ હસ્તગત કરાયો..

પાટણ તા. 3
પાટણના સંડેર – મણુદ ગામની વચ્ચે ખેતરમાં પાના પતીનો જુગાર રમી રહેલા પાચ જુગારીયા ઈસમોને બાતમીના આધારે પાટણ એલસીબી પોલીસે ઝડપી લઈ કાયદેસર ની કાયૅવાહી હાથ ધરતા જુગારીયા તત્વો મા ફફડાટ વ્યાપી જવા પામ્યો છે.

આ બાબતે મળતી હકીકત મુજબ પાટણ શહેર સહિત જીલ્લા માંથી દારૂ – જુગાર ની ગેરકાયદેસરની પ્રવુતિ નેસ્ત નાબુદ કરવા પોલીસ તંત્ર ને કરાયેલ સુચના આધારે પાટણ એલસીબી પીઆઈ આર.કે.અમીન ના સીધા માર્ગદર્શન હેઠળ એલ.સી.બી.પોલીસ સ્ટાફના માણસો પાટણ ઓફીસ ખાતે હાજર હતા દરમ્યાન ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે સંડેર તા જી પાટણ ગામની સિમમાં સંડેર થી મણુદ ગામ તરફ જવાના રોડ ઉપર આવેલ પટેલ કરશનભાઇ રામાભાઇના ખેતરમાં કેટલાક ઇસમો પોતાના અંગત ફાયદા સારૂ પાના પત્તાથી હારજીતનો જુગાર રમી રમાડે છે જે હકીકત આધારે ઉપરોક્ત જગ્યાએ એલસીબી ટીમે ઓચિંતો છાપો મારી પાંચ ઇસમને રોકડ રકમ રૂ.2.49 લાખ તથા મોબાઇલ ફોન નંગ-6 કિંમત રૂ.1.03 લાખ તથા વાહન નંગ-6 કિમંત રૂ.6.60 લાખ મળી કુલ રૂ 10.12 લાખ ના મુદામાલ સાથે પકડી પાડી જુગાર રમતા પકડાયેલા પાંચ ઈસમ વિરૂધ્ધ બાલીસણા પો.સ્ટે.ખાતે જુગારધારા કલમ-12 મુજબ ગુનો દાખલ કરાવી પકડાયેલ આરોપીઓની પૂછપરછ કરતાં તેઓએ પોતાના નામ,સરનામા પટેલ જીતેન્દ્રકુમાર સોમાભાઇ માધાભાઇ ઉ.વ.45 રહે ચંદ્રાવતી ગંગાપરુ તા.સિધ્ધપુર જી પાટણ,પટેલ હરેશભાઇ કરશનભાઇ જોયતારામ ઉ.વ.37 રહે ચંદ્રાવતી ગંગાપરુ

તા.સિધ્ધપુર જી પાટણ,પટેલ વિષ્ણુભાઇ ગંગારામભાઇ કાશીરામ ઉ વ 58 રહે ચંદ્રાવતી ગંગાપરુ તા.સિધ્ધપુર જી પાટણ, પટેલ ભરતભાઇ ગંગારામ કાશીરામ ઉ.વ.50 રહે ચંદ્રાવતી ગંગાપરુ તા.સિધ્ધપુર જી.પાટણ
અને પટેલ લાલાભાઇ માધવલાલ નારણદાસ ઉ.વ.50 રહે ચંદ્રાવતી ગંગાપુર તા.સિધ્ધપુર જી.પાટણ હોવાનું જણાવ્યું હતું.


પાટણ એલસીબી પોલીસ દ્વારા કરાયેલી રેડ દરમ્યાન જુગારીયા તત્વોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો

Share post:

Subscribe

Popular

More like this
Related

હેમ.ઉ.ગુ.યુનિ.ની કારોબારીએ યુનિવર્સિમા બાધકામ ની કામગીરી પૂણૅ ન કરનારા બે કોન્ટ્રાક્ટરો સામે લાલ આખ કરી..

હેમ.ઉ.ગુ.યુનિ.ની કારોબારીએ યુનિવર્સિમા બાધકામ ની કામગીરી પૂણૅ ન કરનારા બે કોન્ટ્રાક્ટરો સામે લાલ આખ કરી.. ~ #369News

ક્રાંતિકારી રાષ્ટ્રીય સંત પૂ. આચાર્ય શ્રી સંજયમુનિજીએ ઓડીસા ખાતે રેલ અકસ્માત વિસ્તારની મુલાકાત લીધી..

ક્રાંતિકારી રાષ્ટ્રીય સંત પૂ. આચાર્ય શ્રી સંજયમુનિજીએ ઓડીસા ખાતે રેલ અકસ્માત વિસ્તારની મુલાકાત લીધી.. ~ #369News

પાટણ મા સૌપ્રથમવાર આયોજિત મોદી પ્રિમિયર લીગ ક્રિકેટ ટુનૉમેન્ટ ની ફાઈનલ મેચમાં હિગળાચાચર ઈલેવન નો વિજય.

પાટણ તા. ૧૮હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના હેલીપેડ મેદાન ખાતે...

પાટણ શહેરના ફાઈવ એલપી ભવન થી હરી હર સુધીના રૂ.1.17 કરોડના ખર્ચે ટ્રીમિક્સ માર્ગનું ખાતમુહૂર્ત કરાયું…

પાટણ શહેરના ફાઈવ એલપી ભવન થી હરી હર સુધીના રૂ.1.17 કરોડના ખર્ચે ટ્રીમિક્સ માર્ગનું ખાતમુહૂર્ત કરાયું…