ગુજરાત પ્રદેશ ભાજપના પૂર્વ મહામંત્રી કે સી પટેલ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા..
પાટણ તા. 31
પાટણ નગરપાલિકા દ્વારા ભૂગર્ભ ગટરની કામગીરી દરમિયાન તૂટેલા વોર્ડ4 અને 5 મા આવતા સિદ્ધપુર હાઇવે 5 એલ.પી .ભવન ની સામે થી હરિહર મહાદેવ તરફ જતા માર્ગ ઉપર ટ્રીમીક્ષ સીસી રોડ રૂ.1.17 કરોડના ખર્ચે હાથ ધરવામાં આવનાર કામ નું સોમવારના રોજ ગુજરાત પ્રદેશ ભાજપના પૂર્વ મહામંત્રી કે સી પટેલ સહિતના મહાનુભાવોના વરદ હસ્તે ખાતમુહૂર્ત કરવામા આવ્યું હતું.
પાટણ નગરપાલિકા દ્વારા હરિ હર મહાદેવ થી સિધ્ધપુર રોડને જોડતા રોડને મુખ્યમંત્રી સડક યોજના શહેરી વિકાસ અંતર્ગત રૂ. 1.17 કરોડ ના ખચેૅ ટ્રિમિક્ષ સીસી રોડ ના ખાતમુહૂર્ત પ્રસંગે ઉપસ્થિત રહેલા ગુજરાત પ્રદેશ ભાજપના પૂર્વ મહામંત્રી કે સી પટેલે જણાવ્યું હતું કે આ રોડ બનવાથી આ વિસ્તારના લોકોને તેમજ બનાસકાંઠા
સિધ્ધપુર-ઉઝા વિસ્તારના લોકોને અવર જવર કરવામાં ખુબજ ફાયદો થશે. તેઓએ ગુજરાતની ભાજપ સરકાર દ્વારા પાટણ નગરપાલિકાને શહેરના વિકાસ કામો અર્થે ફાળવાતી ગ્રાન્ટો માથી પાલિકા દ્વારા ચાલી રહેલા વિકાસ કામોને સરાહનીય લેખાવ્યા હતાં.
પાલિકા દ્વારા સોમવારના શુભ દિને આયોજિત કરાયેલા આ ખાતમુહૂર્ત કાર્યક્રમમાં ગુજરાત પ્રદેશ ભાજપના પૂર્વ મહામંત્રી કે સી પટેલની સાથે બાંધકામ શાખાના ચેરમેન શાંતીબેન ગિરીશભાઈ પટેલ, કારોબારી ચેરમેન અરવિંદભાઈ પટેલ, પાટણ શહેર ભાજપ પ્રમુખ કિશોરભાઈ મહેશ્વરી, પક્ષના નેતા દેવચંદભાઈ પટેલ સહિત વિસ્તારના કોર્પોરેટરો, પાટણ નગરપાલિકાના કર્મચારીઓ, અધિકારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
અહેવાલ યશપાલ સ્વામી