fbpx

પાટણ મા સૌપ્રથમવાર આયોજિત મોદી પ્રિમિયર લીગ ક્રિકેટ ટુનૉમેન્ટ ની ફાઈનલ મેચમાં હિગળાચાચર ઈલેવન નો વિજય.

Date:

પાટણ તા. ૧૮
હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના હેલીપેડ મેદાન ખાતે પાટણ મોદી સમાજના ક્રિકેટ ખેલાડી ઓને પ્રોત્સાહિત કરવાના શુભ આશય સાથે બે દિવસીય આયોજિત કરાયેલ મોદી પ્રીમિયર લીગ ક્રિકેટ ટુર્નામેન્ટ ની ફાઈનલ મેચ રવિવારે રમાઈ જેમાં હિગળાચાચર ઈલેવન વિજેતા બની હતી. પાટણ મોદી સમાજના ત્રણ મિત્રો ડો. ધૃમિલ મોદી, એન્જિનિયર જય મોદી અને કિશન મોદી દ્વારા પાટણમાં પ્રથમ વાર આયોજિત કરવામાં આવેલ મોદી સમાજના ક્રિકેટરો માટેની આ બે દિવસીય મોદી પ્રિમિયર લીગ ક્રિકેટ ટુર્નામેન્ટમાં કુલ ૮ ટીમોએ ભાગ લીધો હતો.

ટુનૉમેન્ટ ની ફાઈનલ મેચ માં વિજેતા બનેલ હિગળા ચાચર ઈલેવન ને જગન્નાથ મંદિર ના મેનેજિંગ ટ્રસ્ટી પિયુષભાઇ આચાર્ય, પાટણ નગરપાલિકા ના નગર સેવક હરેશભાઈ મોદી, શૈલેષભાઈ પટેલ, ડો. જયેશ મોદી, પીપલ્સ બેકના ડાયરેક્ટર પિયુષમોદી સહિતના મહાનુભાવોના વરદ હસ્તે વિજેતા ટ્રોફી તેમજ રોકડ પુરસ્કાર એનાયત કરવામાં આવેલ.

મોદી પ્રિમિયર લીગ ક્રિકેટ ટુનૉમેન્ટ નું સૌ પ્રથમવાર આયોજન કરનાર ત્રણેય યુવા મિત્રો ને પણ ઉપસ્થિત મહાનુભાવો સહિત મોદી સમાજે બિરદાવી શુભેચ્છાઓ સાથે અભિનંદન પાઠવ્યા હતાં.

Share post:

Subscribe

Popular

More like this
Related

શ્રીમંત ફતેહસિંહરાવ લાઇબ્રેરી અને યમુનાવાડી ટ્રસ્ટ દ્વારા મહિલાઓને શિયાળાનાં વસાણા શીખવવામાં આવ્યા….

પાટણ તા. ૧૧પાટણની ઐતિહાસિહ શ્રીમંત ફતેહસિંહરાવ લાઈબ્રેરી અને યમુનાવાડીનાં...

પાટણની BIPS અને AJPS શાળા પરિવારદ્રારા નવરાત્રી મહોત્સવ “થનગનાટ – 2023” યોજાયો..

લાઈવ ઓરકેસ્ટ્રા અને સંગીતના તાલે બાળકો સાથે શાળા પરિવારે...