આદિજીન યુવક ચેરીટેબલ ટ્રસ્ટ ના સહયોગથી જીજ્ઞા કોમ્પ્યુટર ક્લાસીસ દ્વારા સીવણના સંચા અર્પણ કરાયા..
પાટણ તા. 27
પાટણ જિલ્લાના વઢીયાર પંથક ની પવિત્ર ભૂમિ પર આવેલા અને જૈનો ની નગરી સમા શંખેશ્વર મુકામે “એક કદમ સેવા કી ઔર” ને જીવનમંત્ર બનાવનાર જીજ્ઞા કોમ્પ્યુટર ક્લાસીસ ના નેજા હેઠળ બહેનોને આત્મ નિર્ભર બનાવવાના મંત્રને ચરિતાર્થ કરવાનું કામ જીજ્ઞાબેન શેઠના અથાક પ્રયત્નો થકી પ્રગતિશિલ બન્યું છે.
ત્યારે જીજ્ઞા કોમ્પ્યુટર ક્લાસીસ પરિવાર દ્વારા વઢીયાર પંથક ની બહેનોને સીવણ ની તાલીમ આપી આત્મ નિર્ભર બનાવવામાં આવી રહી છે. મહિલા ઉત્થાનના આ શુભ કાર્યોમાં જીજ્ઞા કોમ્પ્યુટર ક્લાસીસના સંચાલિકા જીજ્ઞાબેન શેઠને જૈન સમાજના સાધુ ભગવંતો સહિત સેવાકીય ટ્રસ્ટોનું પ્રદાન પણ પ્રાપ્ત થતું રહ્યું છે.
જીજ્ઞા કોમ્પ્યુટર ક્લાસીસ માં સીવણ નું જ્ઞાન પ્રાપ્ત કરનાર મહિલાઓને આદિજીન યુવક ચેરીટેબલ ટ્રસ્ટ ના સહયોગથી આત્મ નિર્ભર બનાવવા માટે સિવણના સંચા ભેટ અર્પણ કરવામાં આવ્યા હતા.મહિલાઓને આત્મ નિર્ભર બનાવવા આયોજિત કરાયેલા સીવણના સંચા અર્પણ વિતરણ ના કાર્યક્રમમાં જીજ્ઞા કોમ્પ્યુટર ક્લાસીસ ના સંચાલિકા જીજ્ઞાબેન શેઠ સહિત આદિજીન યુવક ચેરીટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટી મંડળ સહિત જૈન સમાજના શ્રેષ્ઠિઓ ઉપસ્થિત રહ્યા હતા.