દાતા પરિવારને સન્માનિત કરાયા: બ્લડ ડોનેશન કેમ્પમાં ઉપસ્થિત સૌએ સ્વૈચ્છીક રકતદાન કયુઁ..
પાટણ તા. ૫
પાટણ નજીક આવેલ ખારીવાવડી ગામે પટેલ વાડીનું લોકાર્પણ, દાતઓનો સન્માન અને રક્તદાન કેમ્પ એમ ત્રિવિધ કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે પટેલ બંધુઓ માટે ખારીવાવડી ગામે ભૂમિદાન કરનાર સ્વ.ખોડીદાસ શંકરદાસ પરિવારના સભ્યો ગં.સ્વરૂપ શાંતાબેન, ભાવિકભાઈ, રિતેશભાઈ, તથા તેમના પરિવાર ના સભ્યો સાથે સ્વ.રઇ બેન શિવરામભાઈ પરિવારના સભ્યો, વાડીના નવીન બાંધકામના મુખ્ય દાતા સ્વ.વાંટીયા ગંગારામભાઈ નાનજી દાસ પરિવારના ગં.સ્વ.જડીબેન, પુત્ર આકાશભાઈ, પ્રકાશભાઈ તેમના પરિવાર સાથે ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે પરિવારના સભ્યોએ રક્તદાન કેમ્પ નું પણ આયોજન કરી સ્વૈચ્છિક રકતદાન કયુઁ હતું.
આ પ્રસંગે દાન આપનાર દાતાઓનું પટેલ બંધુઓ દ્વારા વાજતે ગાજતે સામૈયું કરી દાતા પરિવારના વરદ હસ્તે રીબીન કાપી પટેલ વાડીનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે પટેલ વાડીના બાંધકામમાં સહયોગી બનનાર મફતલાલ નાનજીદાસ, ગંગારામભાઈ વનદાસ, સત્યાવીસ લેઉવા પાટીદાર વિકાસ મંડળના પ્રમુખ કાનજીભાઈ, દાનવીર શૈલેષભાઈ, પી. પી. પટેલ સહિતના મહાનુ ભાવો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે ખારી વાવડીના તમામ પટેલ બંધુઓ દ્વારા તમામ દાતાઓનું બુકે, સાલ, મોમેન્ટ સાથે સન્માન પત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.
આ પ્રસંગે રક્તદાન એ જ મહાદાન ની પંક્તિને સાર્થક કરવા માટે એસ.કે બ્લડ બેન્ક અને પટેલ આકાશ ભાઈ ગંગારામ દાસના પ્રયત્નો થકી આયોજિત રક્તદાન કેમ્પમા 102 બોટલ રક્ત દાન પ્રાપ્ત થયું હતું. આ પ્રસંગે દાતા આકાશ ભાઈ એ પોતાના પિતાની દ્વિતીય પૂણ્યતિથી નિમિત્તે તેઓને યાદ કરીને જણાવ્યું હતું કે અમે ભગવાન તો જોયા નથી પરંતુ પિતાના સ્વરૂપમાં ભગવાનના દર્શન કર્યા છે. આજે આ વાડી ના લોકાર્પણ પ્રસંગે સમાજ દ્વારા સન્માન કરવા બદલ સૌનો આભાર વ્યક્ત કર્યો હતો.
આ પ્રસંગે સમાજના અગ્રણી મફત કાકા દ્વારા ગંગારામભાઈ ના સંસ્મરણો ને વાગોળ્યા હતાં. સમાજમાં અવિરત સેવા આપનાર હર્ષિલ ભાઈ મફત લાલ, વિરચંદ ભાઈ, ગોવિંદ ભાઈ મફત લાલ, બાબુ ભાઈ, મહેન્દ્રભાઈ , ગોવિંદભાઈ, તેમજ યુવા ટીમે જહેમત ઉઠાવી આ ત્રિવિઘ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. આ પ્રસંગે સુરત, વડોદરા સહિત ના શહેરો માથી મહાનુભાવો સાથે સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનું સફળ સંચાલન ગામી પ્રવીણકુમાર શિવરામભાઈ તેમજ વ્યાસ નિલેશભાઈ દ્વારા કરવા માં આવ્યું હતું.
અહેવાલ યશપાલ સ્વામી