વર્ષનો વર્તારો જોઈ સમસ્ત ગામજનોમાં સુખ સમૃદ્ધિ અને શાંતિ બની રહે તેવી કામના વ્યક્ત કરાય..
પાટણ તા. 31
કુણઘેર ગામમાં વર્ષો જૂની પરંપરા મુજબ ચૈત્ર મહિનાની આઠમ એટલે કે માં ભગવતી બહુચર માતાજીનો હાથીઓ કાઢવાની પરંપરા આ ચાલુ વર્ષે પણ ભક્તિ સભર માહોલ મા નિભાવવામાં આવી હતી.
કુણધેર મુકામે ચૈત્રી આઠમે મા ભગવતી બહુચર ના હાથીયા કાઢવાના આ પાવન પ્રસંગે સમસ્ત ગ્રામજનોએ જોડાઈ ગામમાં સુખ સમૃદ્ધિ અને શાંતિ સાથે ભાઈચારો જળવાઈ રહે તેવી કામના વ્યકત કરી હતી. હષોર્લ્લાસ અને ઉમંગથી સાથે સરસ મજાનાં આયોજન વચ્ચે સણગારેલા બળદ ગાડામાં નિકળેલ હાથીયા મા સરપંચ કાન્તીભાઈ પટેલ સહિત ગામના દરેક વડીલોના સહકારથી મા ભગવતી આખા કુણઘેર ગામની રક્ષા કરે એ માટે આ વર્ષો જૂની પરંપરા મુજબ હથિયાનું સરસ મજાનું આયોજન કરવામાં આવ્યુ
આ પ્રસંગે આખું વર્ષ સારું જાય એ માટે શકન પણ જોવામાં આવ્યાં હતાં જેમા વિનુભાઈ રબારી એ સધીમાં ના ભુવા એ માં ભગવતી આગળ અરજ કરી સમસ્ત કુણઘેર ગામનું કલ્યાણ થાય તેવી પ્રાર્થના કરી હતી.