fbpx

આંગણવાડીએ બાળકોના જીવન ઘડતરનો પાયો છે : નરેશ પરમાર..

Date:

આંગણવાડી એ ગ્રામ્ય વિસ્તારના બાળકો માટે આશીર્વાદરૂપ બની છે: અશ્વિન પટેલ..

બાલીસણા ગામે નવીન આંગણવાડી ભવનનું પાટણ તાલુકા પંચાયતના પ્રમુખે લોકાર્પણ કર્યું..

પાટણ તા. 31
પાટણ તાલુકાના બાલીસણા ગામે આંગણવાડી કેન્દ્ર-૧૮૫ ના નવીન મકાન નુ ઉદ્ધાટન શુક્રવારે પાટણ તાલુકા પંચાયત પ્રમુખ પ્રેમીલાબેન પટેલ ના હસ્તે કરવામાં આવ્યુ હતુ. આ પ્રસંગે ઉપસ્થિત રહેલા પાટણ તાલુકા પંચાયત સામાજિક ન્યાય સમિતિના ચેરમેન નરેશ ભાઈ પરમાર દ્વારા જણાવાયું હતુ કે આંગણ વાડી મા પ્રવેશ મેળવનાર બાળકો માટે આ પ્રથમ પગથીયુ હોય જે તેઓના જીવન ના ધડતર માટેની શરૂઆત છે ત્યારે વાલીઓ દ્વારા નિયમિત પોતાના બાળકોને આંગણવાડી મોકલવા અને સરકાર ના મેન્યુઅલ મુજબ આપવામાં આવતી સામગ્રી બાળકોની તંદુરસ્તી માટે લેવા અપીલ કરી આંગણવાડી ના તમામ સ્ટાફ ની સારી કામગીરીને બિરદાવી અભિનંદન પાઠવ્યા હતા.

પાટણ જિલ્લા પંચાયત વિરોધ પક્ષના નેતા અશ્વિનભાઈ પટેલ (દાઢી) દ્વારા શહેરોમાં કે.જી જુનીયર કે.જી નું જેમ મહત્વ છે તેમ આ આંગણવાડી ગામડાઓમાં ખુબ મહત્વ ની અને બાળકોના ધડતર, રાષ્ટ્ર ભાવના માટે પાયો છે. જ્યારે પાયો મજબુત હોય ત્યારે ઈમારત ટકાઉ રહે એમ બાળકો માટે પણ આ આંગણવાડી ખુબ ઉપયોગી બની રહેશે. સીડીપીઓ દક્ષાબેન દ્વારા મીલેટ સંદર્ભ માહિતી આપી બાજરી, જુવાર, રાગી, મકાઈ જેવા જાડા ધાન્ય ની વાનગીઓ ઉપયોગ કરવા જણાવ્યું હતું.

આ પ્રસંગે પાટણ તાલુકા પંચાયત પ્રમુખ પ્રેમીલાબેન પટેલ, ઉપપ્રમુખ રુકશાના બેન શેખ,સરપંચ સહિત બાલીસણા ગામ પંચાયત ના મુક્તીબેન પટેલ, પાટણ તાલુકા પંચાયત પુર્વ કારોબારી ચેરમેન વિનોદ ભાઈ પટેલ, ICDS ના જિલ્લા કર્મચારી એસ.કે પરમાર, સીડીપીઓ, દક્ષાબેન મુખ્ય સેવિકા, નીલમબેન, સુપરવાઇઝર
નયનતારાબેન સહિત આંગણવાડી કાર્યકર બહેનો, તેડાગર અને ગ્રામજનો,વાલીઓ, બાળકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

Share post:

Subscribe

Popular

More like this
Related

પાટણ નવા બસ સ્ટેન્ડ માથી ચોરાયેલ બાઈક ગણતરીના દિવસોમાં ‘બી’ ડીવીઝન પોલીસે ઉઠાવગીરો સાથે ઝડપી લીધું..

પાટણ નવા બસ સ્ટેન્ડ માથી ચોરાયેલ બાઈક ગણતરીના દિવસોમાં ‘બી’ ડીવીઝન પોલીસે ઉઠાવગીરો સાથે ઝડપી લીધું.. ~ #369News

સિધ્ધપુર ખાતે બલોચ પરિવાર ફાઉન્ડેશન દ્વારા ત્રણ જિલ્લા ના તેજસ્વી તારલાઓને સન્માનિત કરાયા..

પાટણ તા. ૮સિધ્ધપુર ખાતે બલોચ પરિવાર ફાઉન્ડેશન ગ્રુપ દ્વારા...