fbpx

પાટણ સહિત 508 રેલ્વે સ્ટેશનોના પુનઃ વિકાસનો વર્ચ્યુલી શિલાન્યાસ કરતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી…

Date:

પાટણ ખાતે કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપુત અને સાંસદ ભરતસિંહની અધ્યક્ષતામાં પાટણ સ્ટેશનનો શિલાન્યાસ સમારોહ યોજાયો..

અમૂર્ત ભારત સ્ટેશન યોજના હેઠળ બનતા રેલ્વે સ્ટેશનો લોક ઉપયોગી સુવિધાઓથી સભર બનશે : બળવંતસિંહ..

પાટણ તા. 6 રેલ્વે સ્ટેશનોને સેવાના રૂપમાં અને સંપતિના રૂપમાં વિકાસ કરવા માટે પ્રધાનમંત્રીના વિઝનને અનુરૂપ રેલ મંત્રાલયને રેલ્વે સ્ટેશનને આધુનિક સુવિધાઓની સાથે વિકાસ કરવા પર ભાર મૂકવામાં આવી રહ્યો છે. જેમાં રેલ યાત્રીઓ આરામ દાયક, સુવિધાજનક અને આનંદદાયક રેલ યાત્રાનો અનુભવ પ્રાપ્ત થશે. તેના ભાગ રૂપે રવિવારે અમૂર્ત ભારત સ્ટેશન યોજના હેઠળ પાટણ સહિત 508 રેલ્વે સ્ટેશનોના પુનઃવિકાસનો વર્ચ્યુલી શિલાન્યાસ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવ્યો હતો.

જે અંતર્ગત પાટણ ખાતે કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપુત અને સાંસદ ભરતસિંહની અધ્યક્ષતામાં પાટણ સ્ટેશનનો શિલાન્યાસ સમારોહ યોજાયો હતો. અમૂર્ત ભારત સ્ટેશન યોજના અંતર્ગત બનતા રેલ્વે સ્ટેશનોમાં સ્ટેશન ભવનનો પુનવિકાસ, સ્ટેશનને સિટી સેન્ટરના રૂપમાં વિકાસ કરવો, સ્ટેશનના એપ્રોચ રોડમા સુધારો, નકશીકામ સાથેનો પ્રવેશદ્વાર , સ્ટેશન ઍક્સેસ,બુકીંગ કાર્યાલય, પ્રકાશની વ્યવસ્થા,પ્રતીક્ષાલય વગેરે બુનિયાદી સુવિધાઓમાં સુધાર કરવો. લેન્ડસ્ક્રેપિગ, સ્થાનીય કળા અને સંસ્કૃતિ, પાર્કિંગ સહિત સર્ક્યુંલેટિંગ એરિયાનો વિકાસ, લિફ્ટ અને એસ્કેલેટરની સાથે FBO નો પ્રવાધાન જે શહેરને બન્ને તરફથી જોડાશે, મફત વાઈ ફાઈની સુવિધા, વન સ્ટેશન વન પ્રોડક્ટ યોજના જેવી નવીનતમ પહેલ દ્વારા ઉત્પાદનોને પ્રદશિત કરાશે. આ અમૂર્ત સ્ટેશનમાં પાટણનો સમાવેશ થવાથી અમૂર્ત ભારત યોજનાના લાભો મળશે. જેના લીધે પાટણ શહેરમાં વિકાસને વેગ મળશે. આસપાસના શહેરોને લાભ મળશે તેઓ પણ પરસપર જોડાશે. પર્યટકો માટેની કનેક્ટિવિટી અને યાત્રીઓનો સફર આસન બનશે. દિવ્યાંગો અને વરિષ્ઠ નાગરિકો માટે સમાવેશી અને શુલભતા સુનિશ્ચિત કરતી વ્યવસ્થા કરવામાં આવશે.

રેલ મંત્રાલય દ્વારા 1309 રેલ્વે સ્ટેશન નક્કી કરવામાં આવ્યા છે જે 24470 કરોડ રૂપિયા દ્વારા અમૂર્ત ભારત સ્ટેશન યોજના દ્વારા પુનઃ વિકસિત કરવામાં આવશે. જેમાંથી અત્યારે પાટણ સહિત 508 રેલ્વે સ્ટેશનનું શિલાન્યાસ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે આજે ભારત વિકાસની દિશામાં કદમ મિલાવી રહ્યો છે . તેના લીધે નવી ઊર્જા, નવી પ્રેણા, નવા સંકલ્પ સાથે ભારત દેશ આગળ વધી રહ્યો છે. ભારત દેશના અમૃતસમયમા 1300 પ્રમુખ રેલ્વે સ્ટેશનોને 25000 કરોડ રૂપિયાના ખર્ચે દ્વારા અમૂર્ત ભારત સ્ટેશન યોજના દ્વારા પુનઃ વિકસિત કરવામાં આવશે. તેનાથી દેશના ઇન્ફ્રાસ્ટકચરમાં આમૂલ પરિવર્તન આવશે તેનો લાભ દરેક દેશવાસીઓને મળશે. આ માટે દેશવાસીઓએ 30 વર્ષ પછી બહુમતની સરકાર બનાવી આ સરકારે જનતા જનાર્દનની માન આપીને દેશના હિતમાં નિર્ણય લીધો છે. આ રેલ્વે સ્ટેશનના વિકાસથી આર્થિક ગતિવિધિઓ તેજ થશે. સબકા સાથ સબકા વિકાસ સૂત્ર સાથે દેશ મજબૂતીથી આગળ વધી રહ્યો છે.

આ પ્રસંગે કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂતે જણાવ્યું હતું કે ઉત્તર ગુજરાતના પનોતા પુત્ર વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા 1309 રેલ્વે સ્ટેશન 2500 કરોડથી વધુ ગ્રાન્ટ ફાળવી બનાવવામાં આવી રહ્યા છે જેમાં પ્રથમ તબક્કે પાટણ સહિત 508 રેલ્વે સ્ટેશન બનશે. પાટણ રેલ્વે સ્ટેશનનો સમાવેશ થયો એ આપના સૌ માટે ગૌરવની વાત છે. સમયની સાથે બદલાવ આવવો જોઈએ. સમયની માંગ સાથે 21મી સદીમાં બનતા રેલ્વે સ્ટેશનો અનેક લોકઉપયોગી સુવિધાઓથી સભર બનશે. જેમાં એસ્કેલેટરની , મફત વાઈ ફાઈની સુવિધા વગેરેની પહેલ કરવામાં આવી રહી છે. પહેલા પાટણ માટે છેલ્લું સ્ટેશન હવે દિલ્લી સુધી જવું આસન બનશે. આપના સંસદ સભ્યભરતસિંહ ડાભીની રજૂઆતનો થવાની ખુશી છે. આ રેલ્વે સ્ટેશન પર મિટિંગ કરવા માટે પણ વ્યવસ્થા થશે. આ ભવ્ય રેલ્વે સ્ટેશનથી આર્થિક ગતિવિધિને વેગ મળશે.

સંસદ સભ્ય ભરતસિંહ ડાભીએ જણાવ્યુ હતુ કે મેં પાટણ રેલ્વે સ્ટેશન સારું બને તે માટે રજૂઆત કરી હતી મારી રજૂઆતનો અમલ કરવાથી હર્ષની લાગણી ફેલાઇ છે. પાટણની જનતાને લાભ થાય તે માટે મારો હંમેશાથી પ્રયાસ રહેલો છે આજે પાટણની જનતા માટે ખુશીનો દિવસ છે. આ પ્રસંગે કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂત, સંસદ સભ્ય ભરતસિંહ ડાભી, જીલ્લા પંચાયત પ્રમુખ ભાનુમતિબેન મકવાણા, નગરપાલીકા પ્રમુખ સ્મિતાબેન, ધારાસભ્ય લવિંગજી ઠાકોર, ધારાસભ્ય ડો. કિરીટભાઈ પટેલ,પૂર્વ સદસ્ય મહિલા આયોગ ડો. રાજુલબેન દેસાઈ, રણછોડભાઇ દેસાઈ , પદ્મશ્રી માલજીભાઈ દેસાઈ, જિલ્લા કલેકટર અરવિંદ વિનયન, જિલ્લા વિકાસ અધિકારી ડીએમ.સોલંકી, સંગઠનનાં હોદ્દેદારો ડો. દશરથજી ઠાકોર,નંદાજી ઠાકોર, શહેર પ્રમુખ કિશોર મહેશ્વરી ઉપરાંત જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ તેમજ જિલ્લાના પદાધિકારીઓ અને મોટી સંખ્યામાં પાટણના નગરજનો ઉપસ્થિત રહ્યા હતા. બોકસ..આધુનિક સુવિધાઓથી સજ્જ હશે પાટણ નું નવું રેલવે સ્ટેશન…પાટણ રેલવે સ્ટેશનનો અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ સમાવેશ કરવામાં આવ્યો છે. જે અન્વયે પાટણ રેલવે સ્ટેશનનું લગભગ રૂપિયા 32 કરોડના ખર્ચે નવિનીકરણ કરવામાં આવશે. જેમાં વેઇટિંગ રૂમ, પ્લેટફોર્મ તેમજ દિવ્યાંગ મુસાફરો માટે તમામ પ્રકારની આધુનિક સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવશે.અમૃત ભારત રેલવે સ્ટેશનમાં લાઇટિંગ, પાર્કિંગ, વિકલાંગોને અનુકૂળ ઈન્ફ્રાસ્ટ્રક્ચર, ગ્રીન એનર્જીનો ઉપયોગ કરીને પર્યાવરણને અનુકૂળ હોય એ રીતે બનાવવામાં આવશે તેવું રેલવે ના સૂત્રોએ જણાવ્યું હતું.

અહેવાલ યશપાલ સ્વામી

Share post:

Subscribe

Popular

More like this
Related

પાટણ યુનિ. ના લાઈફ સાયન્સ ના પ્રો.ડો.ધારૈયા ના માગૅદશૅન હેઠળ PHD કરી રહેલ વિધાર્થી ને અમેરિકાની યુનિ.ની રિસર્ચ ફેલોશીપ પ્રાપ્ત થઈ..

પાટણ યુનિ. ના લાઈફ સાયન્સ ના પ્રો.ડો.ધારૈયા ના માગૅદશૅન હેઠળ PHD કરી રહેલ વિધાર્થી ને અમેરિકાની યુનિ.ની રિસર્ચ ફેલોશીપ પ્રાપ્ત થઈ.. ~ #369News