યુવાનનું વાગતા ઢોલે ગામમાં સ્વાગત કરાતા યુવાનને જોવા ગામ આખું ઉમટયુ..
પાટણ તા. 4
પાટણ તાલુકાના ચંદ્રુમાણા ગામ નો દેવીપુજક યુવાન કૈલાશ ભાઈ કરમશી ભાઈ બાર વર્ષ પહેલા પોતા ના ઘરે થી કહ્યા વિના નીકળી ગયો હતો તે પછી યુવાન ના પિતા સહિત પરિવારજ નો એ ગુમ થયેલા યુવાન ને શોધવા માટે આકાશ પાતાળ એક કર્યું હતું પરંતુ બાર વર્ષ થી ગુમ થયેલા યુવાન નો કોઈ પતો મળ્યો ન હતો
ત્યારે 12 વર્ષ બાદ ગતરોજ ભાવનગર પંથક ના વાવડી ગામ થી ચંદ્રુમાણા ગામના પૂર્વ સરપંચ ઉપર ફોન આવ્યો કે તમારા ગામનું નામ લેતો કોઈ યુવાન આ ગામ માં છે જે બાબતે પૂવૅ સરપંચ દ્વારા હાલના સરપંચ શૈલેષ ભાઈ દેસાઈ ને જાણ કરતા શૈલેષ ભાઈ એ દેવીપુજક પરિવાર નો સંપર્ક કરી તેમનો પુત્ર ભાવનગર બાજુ હોવાનું ફોન આવ્યો છે
અને ફોટો બતાવતા ગુમ થયેલા યુવાનના પિતાએ તેમના પુત્રનો જ ફોટો હોવાનું જણાવતા યુવાનના પિતા સહિત તેમના પરિવારજ નો ગુમ થયેલા યુવાનનો જે પત્તો મળ્યો હતો ત્યાં ભાવનગરના વાવડી ગામે પહોંચી પરત લઈ આવ્યા હતા.પરિવારજનો દ્વારા ગામમાં વાગતા ઢોલે ગુમ થયેલ યુવાન નું સ્વાગત કરી ઘરે લવાતા ચંદ્રુમાણા આખું ગામ તેને જોવા માટે ઉમટી પડ્યુ હતું.